આધાર કાર્ડ માત્ર ઓળખ પૂરતું સીમિત રાખવા અંગે આજે સુપ્રીમમાં સુનાવણી
આધાર કાર્ડ માત્ર ઓળખ પૂરતું સીમિત રાખવા અંગે આજે સુપ્રીમમાં સુનાવણી
June 16, 2026 07:56 AM
સુપ્રીમ કોર્ટમાં આજે એક અત્યતં મહત્વપૂર્ણ જનહિત અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અરજીમાં દેશમાં આધાર કાર્ડનો નાગરિકતા , મૂળ નિવાસી કે રહેઠાણના પાકા પુરાવા તરીકે થઈ રહેલા કથિત દુપયોગને રોકવાની માંગ કરવામાં આવી છે. વરિ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્રારા એડવોકેટ અશ્વિની દુબે મારફતે દાખલ કરાયેલી આ અરજીમાં કેન્દ્ર સરકાર, તમામ રાયો અને દેશના ચૂંટણી પંચને કડક નિર્દેશો આપવાની અપીલ કરાઈ છે. અરજીમાં સ્પષ્ટ્ર માંગ કરવામાં આવી છે કે, આધાર કાર્ડનો ઉપયોગ માત્ર અને માત્ર વ્યકિતની 'ઓળખની પુષ્ટ્રિ' પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે.આ હાઈ–પ્રોફાઈલ કેસની સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને જસ્ટિસ વી. મોહનાની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ નિયત કરવામાં આવી છે. આ સુનાવણીના આધારે કોર્ટ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પચં પાસે જવાબ માંગી શકે છે, જેનાથી ભવિષ્યમાં સરકારી ફોર્મ અને સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારવાના નિયમોમાં મોટો ફેરફાર આવી શકે છે