રાજકોટ રેન્જની ટીમે ચોટીલાના પીયાવા ગામ પાસે પોલીસને ગુમરાહ કરવા માટે પરિવાર સાથે કારમાં નીકળેલા સુરતના એક દંપતી અને તેમના પુત્રને વિદેશી દાના જથ્થા સાથે ઝડપી દાની ૨૧૧ બોટલ સહિત .૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. દાના આ દરોડાની મળતી વિગત મુજબ, રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાયની સૂચના હેઠળ રેન્જની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પીએસઆઇ બી. સી.મીયાત્રા અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં દાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પીયાવા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન જીજે–૨૧–બીસી–૧૧૮૨ નંબરની કારને અટકાવતા, તેમાં એક પુષ, તેની પત્ની અને પુત્ર સવાર હતા. પ્રથમ દ્રષ્ટ્રિએ આ એક સામાન્ય પરિવાર પ્રવાસ પર હોય તેમ લાગતું હતું, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા કારના ગુ ખાનાઓમાંથી વિદેશી દાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી અલગ–અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દાની કુલ ૨૧૧ બોટલો .૧.૪૬ લાખ અને મોબાઈલ ફોન અને કાર મળીને પોલીસે કુલ .૩,૨૫,૨૪૨ પિયાનો મુદ્દામાલ જ કર્યેા છે. પોલીસે સુરતના હરિઓમનગરના રહેવાસી સોહનરામ ગણેશરામ પરમાર, તેના પુત્ર કુણાલ અને પત્ની રેખાબેનની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દાનો જથ્થો રાજસ્થાનના હરીશ મેવાડાએ આપ્યો હતો અને ગોંડલના વિશાલ નામના શખ્સે મંગાવ્યો હતો. પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં રાજકોટ રેન્જના પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઇ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા એએસઆઈ વકારભાઇ આરબ, હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ પટેલ, કોન્સ્ટેબલ નિકુલભાઇ પંપાણીયા, ફતેસિંહ પરમાર, સાહીલભાઇ ખોખર, દેવશીભાઇ દ્રારા કરવામા આવી છે.