BREAKING NEWS

બોકસ ઓફિસ પર ધમાકો કરવા સૂર્યા તૈયાર

  • August 04, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યા હાલમાં પોતાના કરિયરના સુવર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૬ તેમના માટે અત્યાર સુધી ખૂબ જ ધમાકેદાર સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'કરુપ્પુ એ બોકસ ઓફિસ પર ધૂમ મચાવતા રૂ. ૧૩૦ કરોડના બજેટ સામે વિશ્વભરમાંથી રૂ. ૩૧૦ કરોડથી વધુનું ગ્રોસ કલેકશન કરીને બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ છે.
હવે સૂર્યા તેમની વર્ષ ૨૦૨૬ની બીજી અને ત્રીજી ફિલ્મ સાથે થિયેટરોમાં મોટો ધડાકો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ૨૦૨૬માં સૂર્યાના આગામી પ્રોજેકટસ જોઈએ તો  'વિશ્વનાથ એન્ડ સન્સ' ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આવશે. વેંકી અટલુરીના ડિરેકશનમાં બનેલી આ ફેમિલી એન્ટરટેનર ફિલ્મમાં સૂર્યા સાથે મમિતા બૈજુ અને રવીના ટંડન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની રિલીઝને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.
'સૂર્યા ૪૭' ની રિલીઝ ૨૦૨૬ના અતં સુધીમાં થાય તેવી શકયતા છે.એક તાજેતરના ઈન્ટરવ્યુમાં સૂર્યાએ જાહેરાત કરી છે કે ડિરેકટર જીથુ માધવન સાથેની તેમની ૪૭મી ફિલ્મ 'સૂર્યા ૪૭'નું શૂટિંગ તાજેતરમાં જ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મ સૂર્યાના પોતાના પ્રોડકશન હાઉસ હેઠળ બની રહી છે અને તેને વર્ષના અંતમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મનું ટાઈટલ અને ચોક્કસ રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરાશે.
વર્ષ ૨૦૨૬માં પહેલી રિલીઝ 'કરુપપુ' સુપરહિત રહ્યા બાદ હવે જો 'વિશ્વનાથ એન્ડ સન્સ' અને 'સૂર્યા ૪૭' પણ બોકસ ઓફિસ પર સફળ રહે છે, તો સૂર્યા આ એક જ વર્ષમાં બેક–ટુ–બેક ૩ હિટ ફિલ્મોની હેટિ્રક સર્જશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application