રાજકોટ શહેરમાં આગામી 31 ડિસેમ્બર ને બાય-બાય કરવા તેમજ 2026 ના આગમન ને વધાવવા શહેરીજનો થનગની રહ્યા છે ત્યારે શહેરમાં નશીલા દ્રવ્યોનું સેવન તેમજ ડ્રિંક્સ કરી નીકળતા વાહન ચાલકોને ઝડપી લેવા શહેર એસઓજી દ્વારા એફએસએલ વાન સાથે નશીલા દ્રવ્યો નું સેવન કર્યું હોય તેવા વ્યક્તિઓને પકડવા માટે આધુનિક મશીનરી સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આગામી 31 ડિસેમ્બર સંદર્ભે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા જેસીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઈ , એસીપી ક્રાઈમ બીબી બસીયા દ્વારા થર્ટી ફર્સ્ટ સંદર્ભે ખાસ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે શહેર એસ ઓ જી બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ ધ્રાંગુ, પીએસઆઇ વી કે ઝાલા, પીએસઆઇ એમ વી જાડેજા, સહિતની એસઓજી ટીમ તેમજ એફએસએલની વાન સાથેની નસીલા દ્રવ્યો નું સેવન કરતાં તત્વોને ઝડપી લેવા સ્પેશિયલ કીટ સાથે જુદા જુદા વિસ્તારમાં રાત્રે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગ દરમિયાન વાહન ચાલકો ને અટકાવી નશીલા દ્રવ્યો તેમજ દારૂ અંગેનું સેવન કર્યું છે કે કેમ તે અંગે સ્પેશિયલ કીટ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું પરંતુ એક પણ વાહન ચાલક નશો કરેલી હાલત માં કે નસીલા દ્રવ્યોનું સેવન કર્યું હોય તેવું મળી આવ્યું ન હતું, પરંતુ 31 ડીસેમ્બર સુધી શહેર પોલીસ સતત સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખશે તેવું જાણવા મળ્યું છે.