ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં રવિવારે તા.૦૭/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાનાર સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ આજે સવારે ૧૦ વાગ્યાથી યોજાયું હતું. જેને હજારો લોકોએ હર્ષનાદ અને ચીચીયારીથી વધાવી લીધું હતું. આ અવસરે મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરો સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એર-શોની સાથોસાથ ડીફેન્સનાં શક્રો અને સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવેલ છે.

ભારતીય વાયુસેનાના સુર્યકિરણ એરોબેટિક ટીમ દ્રારા રવિવારે તા.૦૭-૧૨-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી યોજાનારા ભવ્ય એર શો સાથે, પ્રથમ વખત શહેરના નાગરિકો એરફોર્સ બેન્ડનું પણ આકર્ષક લાઈવ પરફોર્મન્સ માણી શકશે. અટલ સરોવર આસપાસના સ્માર્ટ સિટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે)ના આકાશમાં અદભુત સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ, શક્ર પ્રદર્શન અને આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમનું રોમાંચક લાઈવ પ્રદર્શન યોજાશે. આ તમામ પરફોર્મન્સ આજે તા.૦૬–૧૨–૨૦૨૫ને શનિવારના રોજ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પણ આવરી લેવામાં આવ્યા હતા.


ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમના નવ-નવ વિમાનોએ આકાશમાં તેમના શૌર્ય, ચોકસાઈ અને તાલમેલના અનોખા કૌશલ્યનું પ્રદર્શન કરી સૌના દિલ જીતી લીધા હતાં. આકાશમાં બનતી સુંદર રચનાઓ, ગતિ, ઝડપ અને પાઈલોટસની કુશળતા નિહાળી નાગરિકો રોમાંચિત થઇ ગયા હતા અને તેઓએ હર્ષનાદ અને ચીચીયારી સાથે આ પરફોર્મન્સને વધાવી લીધું હતું.

એરફોર્સ બેન્ડ પર દેશભકિત ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકે સમગ્ર એર-શોમાં અભૂતપૂર્વ માહોલ સર્જ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટ સિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ ૧૭થી ૨૦ જેટલી મોટી સ્ક્રીન મુકવામાં આવી છે અને તેના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો એર-શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સના કમાન્ડો દ્રારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાયા હતા

રવિવારે યોજાનાર એર–શો અંગે જરૂરી માહિતી
ભવ્ય સૂર્યકિરણ એર–શોમાં અટલ સરોવરના આસપાસના આકાશમાં વાયુ સેના દ્રારા રોમાંચક પરફોર્મન્સ અને એરફોર્સ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ.
અટલ સરોવરના પાકિગ પ્લોટમાં એર ફોર્સના શક્રો અને સાધનોનું સ્ટેટિક ડિસ્પ્લે
સ્માર્ટ સીટી એરિયામાં અલગ અલગ સ્થળોએ ૧૭ થી ૨૦ મોટી સ્ક્રીન પર સમગ્ર કાર્યક્રમ જીવતં પ્રસારણ કરવામાં આવશે.
જુદા–જુદા સ્થળોએ ૩૦ થી વધુ સાઉન્ડ ટાવર મુકવામાં આવશે.
અટલ સરોવરની આસપાસના વિસ્તારમાં કુલ–૭ (એ ટુ જી) વ્યુ પોઈન્ટ અને કુલ–૮ પાકિગ પ્લોટ (એ ટુ એચ)
સ્માર્ટ સીટી એરિયામાં આવવા માટે મુખ્ય ચાર માર્ગેા : કાલાવડ રોડ તરફથી નવા રીંગ રોડ ઉપર, જામનગર રોડ પરથી નવા રીંગ રોડ ઉપર, રૈયા ચોકડી તરફથી સ્માર્ટ સીટી તરફ અને રામાપીર ચોક પરથી રૈયાધારવાળો રોડ
ઇમરજન્સી અને જાહેર સલામતી માટે બીઆરટીએસના રસ્તા ખાલી રાખવા લોકોને નમ્ર અપીલ કરાઈ છે


