BREAKING NEWS

સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડયા વચ્ચે રકઝક: મુંબઈ ઇન્ડિયન્સ છોડે તેવી અફવા

  • June 10, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડયા વચ્ચે રકઝક: મુંબઈ ઇન્ડિયન્સ છોડે તેવી અફવા

મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવને લઈને હાલ અટકળોનું બજાર ગરમ છે. સુર્યકુમારનો સોશિયલ મિડિયા પર મુંબઈ ઇન્ડિયન્સને પહેલા અનફોલો કરવું પછી ફોલો કરવું એ ચર્ચાનો વિષય બની રહ્યો છે,

રસપ્રદ વાત એ છે કે તેણે હાર્દિક પંડ્યાને તેણે ફોલો કાર્યો નથી, જે તે બંને વચ્ચે થઈ રહેલી રકઝક અને વિવાદ અફવાનું કારણ બન્યું છે. 


સુર્યકુમાર યાદવ પાસેથી લઇ લેવામાં આવી કપ્તાની 

તાજેતરમાં સૂર્યકુમાર યાદવના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર અંગે કઈ ચોખવટ બહાર નથી આવી પણ, ક્રિકેટ નિષ્ણાત અજીત અગરકરના મંતવ્ય પ્રમાણે આગામી ઓલમ્પિક 2028 અને T-20   વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને શ્રેયસ ઐયરને વર્તમાન ટીમનો કેપ્ટન બનવામાં આવ્યો છે. જો કે સુર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સમાં સુરક્ષિત છે. સતત 5 વખત વિજય રહેલી મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું ગઈ સિઝનમાં કંગાળ પર્ફોમન્સ ચિંતાનો વિષય બન્યો છે. સીઝનમાં 39 મેચોમાંથી 24માં હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ 2020 પછી મુંબઈ ઇન્ડિયન્સે કોય ખિતાબ પોતાના નામે કર્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application