BREAKING NEWS

ગુજરાતમાં વધુ એક મહિલા BLOનું શંકાસ્પદ મોત, ઘરે બાથરૂમમાંથી બેભાન મળ્યા, હોસ્પિટલ પહોંચે એ પહેલા દમ તોડ્યો, પરિવારનું હૈયાફાટ રૂદન

  • November 24, 2025 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં SIR હેઠળ કામગીરી ચાલી રહી છે. ત્યારે કામગીરી કરનારા BLOના મોતથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજ સુરતમાં વધુ એક મહિલા BLOનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઈ છે. આ મહિલા BLO પોતાના ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા. આથી પરિવારે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ફરજના તબીબે મૃત જાહેર કરતા બહેને હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. 


મળતી માહિતી મુજબ, સુરત મ્યુનિસિપાલ કોર્પોરેશનમાં વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડિન્કલ શીંગોડાવાળાનું મોત નિપજ્યું છે. ઓલપાડના માસમા ગામે ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મહિલાના મોતને લઇને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. મહિલા અધિકારી SIRની કામગીરીમાં BLO તરીકે નિમાયા હતા. કામના ભારણને કારણે કે પછી આકસ્મિક મોતને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


અમદાવાદમાં મહિલા BLOની તબિયત લથડી

અમદાવાદના દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં ગોમતીપુર વોર્ડમાં આવેલી ગોમતીપુર ઉર્દુ શાળા નંબર બેમાં BLO તરીકે ફરજ બજાવનાર મહિલા સાયમા મલેક આમના આજે SIR અંતર્ગત કામગીરી માટે વિસ્તારમાં ગયા હતા, ત્યારે અચાનક જ બપોરના સમયે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તબિયત ખરાબ થતા તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


1500 જેટલા ફોર્મ ભરવા માટે આપવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહિલા શિક્ષિકા વટવા વિસ્તારના રહેવાસી છે. સવારથી સાંજ સુધી BLO તરીકે વિસ્તારમાં ફોર્મ વિતરણ અને ભેગા કરવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે આ તેઓની તબિયત ખરાબ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application