મોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગાર ધમધમી રહ્યો છે અને પોલીસ ટીમો રેડ કરી રહી છે જેમાં એલસીબી ટીમે પાનેલી ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર ધામ પર દરોડો કરી ૧૪ ઇસમોને ઝડપી લઈને રોકડ અને મોબાઈલ સહીત કુલ રૂ ૪.૭૦ લાખની મત્તા કબ્જે લીધી છે મોરબી એલસીબી ટીમ માં હોય દરમિયાન પાનેલી ગામની સીમમાં રાતાવીરડા જવાના રસ્તે આરોપી ભરત પ્રેમજીભાઈ કણઝારીયા પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીની ઓરડીમાં જુગાર રમતા ભરત પ્રેમજીભાઈ કણઝારીયા, લખમણભાઈ મેરાભાઈ બતાડા, ગોવિંદ ભગવાનજીભાઈ ચાવડા, જયેશ લાલજીભાઈ ચાવડા, રમેશ ભગવાનજીભાઈ ચાવડા, જગદીશ ગંગારામભાઈ ચાવડા, રમેશ મડીયાભાઈ બારિયા, પ્રવીણ તેજાભાઈ ચાવડા, મયાભાઈ હીરાભાઈ પાંચિયા, સવજીભાઈ મેપાભાઈ ફિચડીયા, ભુરાભાઈ જામાભાઈ બતાડા, કાનજીભાઈ શીવાભાઈ ચાવડા, રણજીતભાઈ નારણભાઈ ગમારા અને કાન્તિલાલ સવજીભાઈ ચાવડા એમ ૧૪ ઇસમોને ઝડપી લીધા હતા..એલસીબી ટીમે સ્થળ પરથી રોકડ ઉર ૨,૪૦,૬૦૦ અને ૧૭ મોબાઈલ કીમત રૂ ૨,૩૦,૦૦૦ મળીને કુલ રૂ ૪,૭૦,૬૦૦ નો મુદામાલ કબજે લીધો છે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..