રાજકોટ મહાપાલિકા દ્વારા તાજેતરમાં રેસકોર્ષ ખાતે સ્વદેશી રન યોજાઇ હતી જેમાં બહોળી સંખ્યામાં ઉમટીને શહેરીજનોએ સફળ બનાવી હતી.
આ અવસરે મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સ્વદેશી રનનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ તમામ આયોજક સમિતિઓ અને રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. જ્યારે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સ્વદેશી રન યોજાઈ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે જે કઈ વસ્તુ ખરીદીએ તે સ્વદેશી જ ખરીદીશું.
ઉપરોક્ત કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવ્યુ હતું, ખાદી અને પુષ્પગુચ્છથી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યુ હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને શહેરીજનો દ્વારા સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સ્વદેશી રન પૂર્ણ થયે રજીસ્ટ્રેશન કરાવેલ નાગરિકોનો લક્કી ડ્રો કરવામાં આવેલ અને લક્કી ડ્રોના વિજેતા થયેલ નાગરિકોના આકર્ષક ગીફ્ટ આપવામાં આવી હતી. લક્કી ડ્રોમાં વિજેતા થયેલ નાગરિકોમાં (૧) હર્ષવર્ધન સિંહ જાડેજા ૧૨ વર્ષ, વસંતકુંજ, પુષ્કરધામ-૨૧૬૭, (૨) દક્ષ પ્રવીણભાઈ વાણિયા, ૧૪ વર્ષ, આનંદ પાર્ક, પુનિત નગર પાસે-૩૧૩૯, (૩) પિન્ટુભાઈ પ્રાગ ચોવટિયા, ૪૨ વર્ષ, સરદાર સોસાયટી, હરિ ધવા રોડ-૩૧૨૩, (૪) ભક્તિ બા જાડેજા-૨૧૬૫ અને (૫) માર્મિકભાઇ દામજીભાઈ ભુત, ૪૩ વર્ષ, સાધુ વાસવાણી રોડ, બોમ્બે હાઉસિંગ સોસાયટી-૨૨૦૭નો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે આભાર વિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.
સ્વદેશી રન કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સમીર ધડુક, સહાયક કમિશનર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા તેમજ રાજકોટ મહાપાલિકાના અધિકારી અને કર્મચારી ગણ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.