BREAKING NEWS

સિંટેક્સ કંપનીના યુનિટ જનરલ મેનેજરે વધુ નફાની લાલચમાં 1.22 કરોડ ગુમાવ્યા

  • March 20, 2026 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે સાઇબર ફ્રોડનો અનેક લોકો ભોગ બનતા હોવાથી પોલીસ દ્વારા પણ લોકોને સતત સાવચેત રહેવા માટે જણાવતી હોય છે પરંતુ લોકો વધુ પૈસાની લાલચે સાઇબર ગઠિયાની લપેટમાં આવી લાખો કરોડ રૂપિયા ગુમાવે છે. જેમાં મોટાભાગે એજ્યુકેટેડ લોકોનો વધુ સમાવેશ થાય છે. આવા જ એક સાઇબર ગઠિયાની ચપેટમાં જાફરાબાદ સ્થિત સિન્ટેક્સ કંપનીના યુનિટ જનરલ મેનેજર આવી ગયા છે. સોશિયલ મીડિયા મારફતે શેર બજારની જાહેરાત આપેલા નંબર પર સંપર્ક કરતા શેર માર્કેટમાં વધુ પૈસા કમાવવાની લાલચે જુદા જુદા બેંક ટ્રાન્જેક્શન મારફતે રૂ.1, 22,85000 ગુમાવી દેતા અંતે અજાણ્યા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


મૂળ હરિયાણાના અને હાલ જાફરાબાદમાં આવેલી સિન્ટેક્સ કંપનીના યુનિટમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા વિકાસ શ્રીરામ સ્વરૂપ યાદવ (ઉ.વ.44)ના પોતાના ફેસબુક પેજમાં આવેલી ઝેડ-55 પાંચ પૈસા કેપિટલ અચિવમેન્ટ નામની શેર માર્કેટ અંગે માર્ગદર્શનની જાહેરાત જોતા તેમાં આપેલા નંબર પર ક્લિક કરતા સાલીની કુલકર્ણી નામ લખેલી વોટ્સએપ ચેટ ખુલી હતી જેમાં વાતચીત દરમિયાન જણાવાયું હતું કે, અહીં તમને શેર બજારને લગતી માહિતી પુરી પાડવાં આવશે આથી આ ગ્રુપમાં એડ થતા શાલિની કુલકર્ણી નામની યુવતી ફોનમાં વાતચીત કરી શેર માર્કેટ વિશે માહિતી જણાવતી હતી.


વિકાસ યાદવે યુવતીને ફોનમાં કહ્યું હતું કે તમે જે શેરની માહિતી મોકલો છો એ ડીમેન્ટ એકાઉન્ટમાં ખરીદી શકાતા નથી આથી સામેની વ્યક્તિએ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી ને તેના મારફતે અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટેનું કહેવામાં આવતું હતું અને ગ્રુપ એડમીન દ્વારા સજેસ્ટ કરેલા શેર ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જો આવું કરવામાં નહીં આવે તો ગ્રુપની બહાર કરી દેવાની ધમકી આપતા હતા. ગ્રુપ મારફતે અને એપ મારફતે આપવામાં આવતા ખાતા નંબરમાં 5000 રૂપિયા મોકલતા મેં ખરીદેલા શેર બતાવતા હતા. આથી યુવકને વિશ્વાસ આવી જતા. જુદા જુદા બૅક એકાઉન્ટ મારફતે 1,22,85000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.



એપ્લિકેશનમાં પ્રોફીટ સાથે 2,51,076 રૂપિયા બતાવતા હતા. કસ્ટમર કેર નામના ગ્રુપમાંથી કોલ આવ્યો હતો અને યુવકને કહ્યું હતું કે, એપ અપડેટ કરવાની હોવાથી પૈસા બધા ઉપાડી લેશો, આથી આ રકમ ઉપાડવા માટે રિકવેસ્ટ મોકલતા સામેથી એક રિસીપ્ટ આવી હતી અને જેમાં 50,21,532 બ્રોકરેજ ફી ચૂકવ્યા બાદ આ પૈસા ઉપાડી શકાશે તેમ લખેલું હોવાની ધમકીઓ વારેવારે મળતા પોતાના સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતા અંતે 1930 સાઇબર ક્રાઇમ હેલ્પ લાઈનમાં ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application