BREAKING NEWS

ટી. પી. સ્કીમના રોડ માટે મદ્રેસાના અડચણ‚પ દબાણોનો સફાયો

  • November 24, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના મહાપાલિકાની હદમાં આવતા મોજે તરસમીયા ટી. પી. સ્કીમ નંબર ૨૩, સર્વે નંબર ૧૫૭પૈકીમાં આવેલ મદ્રેસા-એ-ઇસ્લામીયા ટ્રસ્ટના શૈક્ષણિક હેતુના બાંધકામ પૈકી ૨૪. ૦૦ મી.રોડની અલાઇમેન્ટ પસાર હોવાથી ૨૪. ૦૦ મી. રોડની કપાતની થતી હોય મહાપાલિકાના કમિશ્નરના હુકમના પગલે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ માટે અડચણરૂપ મદ્રેસા-એ- ઇસ્લામિયાના બાંધકામને તોડી પાડી દબાણ દૂર કરાયું હતું. દબાણ હટાવ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ મોજે તરસમીયા ટી.પી.સ્કીમ નં.૨૩(તરસમીયા) સર્વે નં.૧૧૭ પૈકીમાં આવેલ મદ્રેસા-એ-ઇસ્લામિયા ટ્રસ્ટના શૈક્ષણિક હેતુના બાંધકામ પૈકી ૨૪.૦૦ મી. રોડની અલાઈમેન્ટ પસાર થતી હોવાથી  આ મિલકતના બાંધકામમાં ૨૪.૦૦ મી. રોડની કપાતની અસર થતી હોવાથી જે અંગે ટી.પી એક્ટની કલમ ૪૮(૧) હેઠળ ૨૪.૦૦ મી. ડી.પી.ટી.પી. રોડ ખુલ્લો કરાવવા નોટીસથી જાણ કરવામાં આવી હતી.  જેના પગલે મદ્રેસા-ઇસ્લામિયા-ટ્રસ્ટના બાંધકામ-મિલકતમાંથી પસાર થતા ૨૪.૦૦ મી. રોડમાં અડચણરૂપ બાંધકામ દુર કરવા કમિશનર નરેન્દ્રકુમાર મીના દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.   જે હુકમના આધારે  તરસમીયા ટી.પી.સ્કીમ નં.૨૩(તરસમીયા)માં વિકાસ ઝડપથી થતો હોવાથી  તેમજ આ ૨૪.૦૦ મી.રસ્તો તળાજા રોડ તેમજ ઘોઘા રોડને જોડતો મહત્વનો રસ્તો હોય જે ખુલ્લો કરવો અતી આવશ્યક જણાતા મદ્રેસા-એ-ઇસ્લામિયા ટ્રસ્ટની ૨૪.૦૦ મી. રોડમાં આવતી અંદાજીત ૧૫૦૦ ચો.મી. જમીન ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે  ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી  દબાણ હટાવ રોડ પરના દબાણને દુર કરવી રોડ માટેની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી. દબાણ હટાવ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application