BREAKING NEWS

T20 World Cup: ચેન્નાઈમાં ભારતનો રન-ઉત્સવ, ઝિમ્બાબ્વે સામે 72 રને ઐતિહાસિક વિજય

  • February 26, 2026 10:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં ભારતે પોતાની પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો છે. ગુરુવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 72 રને કારમી હાર આપી છે. ભારતની આ જીત સાથે જ સુપર-8 ગ્રુપ-1 માંથી સાઉથ આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, જેનાથી ટુર્નામેન્ટમાં હવે રોમાંચ વધી ગયો છે.
​​​​​​​


ચેપોકમાં રનનો પહાડ
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ નિર્ણયને ભૂલ સાબિત કરી દીધી હતી. નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને ભારતે 256 રન બનાવી દિધા હતા. વિશાળ લક્ષ્યાંક સામે ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 184 રન જ બનાવી શકી હતી.


વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો ડંકો

ભારતે આ મેચમાં બનાવેલો 256 રનનો સ્કોર એ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. વિશ્વ રેકોર્ડ હજુ પણ શ્રીલંકાના નામે છે, જેણે 2007માં કેન્યા સામે 260 રન બનાવ્યા હતા. જોકે ભારતે રન મામલે દુનિયાની દિગ્ગજ ટીમોને પાછળ છોડી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application