ટી૨૦ વિશ્વ કપ ૨૦૨૬ના સુપર-૮ રાઉન્ડની સૌથી મહત્વની મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ૫ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ૧૯૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ૧૯.૨ ઓવરમાં જ લક્ષ્યાંક પાર પાડીને સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી છે. આ જીત સાથે જ ભારતે ૨૦૨૪ના ચેમ્પિયન તરીકે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
૧૯૬ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ૧૯.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૧૯૯ રન બનાવી લીધા હતા. આ જીતના અસલી હીરો સંજુ સેમસન રહ્યા હતા, જેમણે અણનમ ૯૭ રનની યાદગાર ઈનિંગ રમી હતી.
વિન્ડીઝનો રન પહાડ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૯૫ રન બનાવ્યા હતા. ઓપનર શે હોપ અને રોસ્ટન ચેઝે મજબૂત શરૂઆત આપી હતી. અંતિમ ઓવરોમાં જેસન હોલ્ડર અને કેપ્ટન રોવમેન પોવેલે આક્રમક બેટિંગ કરીને સ્કોરને ૧૯૦ને પાર પહોંચાડ્યો હતો.
સેમસનનું તોફાન
૧૯૬ રનના ટાર્ગેટ સામે ભારતની શરૂઆત અત્યંત નબળી રહી હતી. ઓપનર અભિષેક શર્મા અને ઈશાન કિશન માત્ર ૧૦-૧૦ રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ મેદાનમાં ઉતરેલા સંજુ સેમસને બાજી સંભાળી હતી. સંજુ સેમસને ૯૭ રન (અણનમ) બનાવીને ભારતને જીતની ઉંબરે પહોંચાડ્યું.
કેરેબિયન બેટિંગ અને બુમરાહનો સ્પેલ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે મજબૂત સ્કોર બનાવ્યો હતો. રોસ્ટન ચેઝે ૪૦ રન અને જેસન હોલ્ડરે અણનમ ૩૭ રન બનાવી સ્કોર ૧૯૫ સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર લય જાળવી રાખી ૨ વિકેટ ઝડપી હતી.