નાના પડદાના અત્યતં લોકપ્રિય પૌરાણિક શો 'દેવો કે દેવ... મહાદેવ'માં ભગવાન શિવની ભૂમિકા ભજવીને દેશભરમાં જાણીતા થયેલા અભિનેતા મોહિત રૈના હવે એક ક્રાઈમ થ્રિલર સિરીઝમાં ગેંગસ્ટરના અવતારમાં જોવા મળશે. પ્રખ્યાત ફ્રેન્ચાઈઝી 'રંગબાઝ ૪' માં મોહિત રૈના મુખ્ય ભૂમિકા ભજવશે. મેકર્સ દ્રારા આ શોની જાહેરાત સાથે પ્રોમો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે.
પોતાના પાત્ર અને શો અંગે વાત કરતા મોહિત રૈનાએ જણાવ્યું, '''રંગબાઝ' સિરીઝે છેલ્લા કેટલાક વર્ષેામાં દર્શકો વચ્ચે એક મજબૂત પકડ બનાવી છે. રાજકારણ, સત્તા અને મહત્વાકાંક્ષાઓની પૃભૂમિ પર બનેલી આ સકસેસફુલ ફ્રેનચાઈઝીનો હિસ્સો બનીને હત્પં ખૂબ જ ઉત્સાહિત છું. આ સીઝનમાં ગુનો પહેલા કરતાં વધુ ખતરનાક અને દાવ વધુ મોટો છે.તેણે આગળ ઉમેયુ, ''મારા માટે આ રોલ એટલા માટે ખાસ છે કારણ કે આ એક એવા યુવાનની વાર્તા છે, જેમના પોતાના સપના અને આદર્શેા હોય છે, પરંતુ સમય જતાં તેની સફર ડર અને તાકાતમાં બદલાઈ જાય છે. આ એક જટિલ અને બહત્પપરિમાણીય પાત્ર છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિઓ અને અસ્તિત્વની લડાઈ માણસને કેવી રીતે બદલી નાખે છે. અહી જણાવી દઈએ કે ટીવી સીરિયલ્સ ઉપરાંત મોહિત રૈનાએ કેટલીય બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એકિટંગની છાપ છોડી છે. તેમણે 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક', 'શિદ્દત', 'ઈશ્ક–એ–નાદાન' અને 'ગુડ ન્યૂઝ' જેવી ફિલ્મોમાં કામ કયુ છે. વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'ઉરી'માં તેમણે ભજવેલો આર્મી ઓફિસર મેજર કરણ કશ્યપનો રોલ ખૂબ પ્રશંસા પામ્યો હતો.
'રંગબાઝ' ફ્રેન્ચાઈઝીની અગાઉની સીઝન્સમાં મુખ્ય કલાકારોમાં સીઝન ૧: સાકિબ સલીમ, સીઝન ૨: જીમી શેરગિલ અને સીઝન ૩: વિનીત કુમાર સિંહનો સમાવેશ હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application