અયોધ્યાના રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે સૌ કોઇ આતુર છે. સમગ્ર દેશ રામમય થઇ ગયો છે. અયોધ્યા ખાતે તો અદભૂત ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. ત્યારે પ્રાણપ્રતિષ્ઠાના આ માહોલમાં રામાયણ સિરિયલના ભગવાન રામ, સીતામાતા અને લક્ષ્મણ પણ તાજેતરમાં અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે પણ રામમંદિર ખાતે ભગવાન શ્રીરામના દર્શન અને પૂજા પાઠ કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે રામમંદિરના અભિષેક પહેલા ટીવીના રામ, સીતા અને લક્ષ્મણ તેમના ફેન્સ માટે ખાસ ભેટ લઈને આવી રહ્યા છે. હાલમાં જ અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તે બહુ જલ્દી 'હમારા રામ આયે હૈં' ગીત લઈને આવવાના છે.
જીહા, ભગવાન રામ પર આધારિત ઘણા ગીતો રિલીઝ થયા છે અને ઘણા ટ્રેન્ડમાં છે. ખૂદ પીએમ મોદી પણ ભગવાન રામના ગીતો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ત્યારે ટીવીના કલાકારો અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લેહરીનું રામ ભગવાન પર આધારિત ગીત 'હમારા રામ આયે હૈં' તૈયાર થઇ ગયું છે. એટલું જ નહીં રામમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એ દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ આ ગીત રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે 'હમારા રામ આયે હૈં' ગીત સોનુ નિગમે ગાયું છે. જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના શુભ અવસર પર રિલીઝ થવાનું છે. આ પહેલા સોનુ નિગમે 'શ્રી રામલલા' ભજનને પોતાનો અવાજ આપ્યો હતો. જે ભજન ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. 'હમારા રામ આયે હૈં' માટે ટીવીના રામ એટલે કે અરુણ ગોવિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને જાણકારી આપી છે. શેર કરેલા પોસ્ટરમાં અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી હાથ જોડીને જોવા મળે છે. અરુણ ગોવિલની સાથે, દીપિકા ચિખલિયા અને સુનિલ લાહિરી પણ આ ટ્રેકમાં મુખ્ય ભૂમિકામાં છે. 'હમારા રામ આયે હૈં'નું શૂટિંગ અયોધ્યાના ગુપ્તારઘાટ, હનુમાનગઢી અને લતા ચોકમાં થયું છે.
તમને જણાવી દઈએ કે 'હમારા રામ આયે હૈં' માટે પોસ્ટર શેર કરતી વખતે અરુણ ગોવિલે રિલીઝ ડેટની જાહેરાત કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'ચાલો અયોધ્યામાં આપણા પ્રિય ભગવાન રામ, સીતા અને લક્ષ્મણનું સ્વાગત કરીએ'. 'હમારા રામ આયે હૈં'માં સોનુ નિગમનો મંત્રમુગ્ધ અવાજ છે. આ ગીત અભિષેક ઠાકુરે લખ્યું અને કમ્પોઝ કર્યું છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ વેળા જ ટીવીના રામ, લક્ષ્મણ અને સીતા અભિનિત 'હમારા રામ આયે હૈ' રિલીઝ થવાનું છે ત્યારે ચાહકોમાં પણ ખૂશીની લાગણી છવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech