શહેરમાં મતદાન મથકો નજીક ટેબલ, પ્રચાર સાહિત્ય મામલે કાર્યકરો વચ્ચે ચકમક ઝરી

  • May 07, 2024 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરભરમાં આજે મતદાનના દિવસે બપોર સુધીનો ટ્રેન્ડ છૂટપૂટ ઘટના બાદ કરતા શાંતિમય બની રહ્યો છે. આ વખતે ક્ષત્રિય આંદોલન, વિરોધને લઈને શહેરમાં રેલનગર વિસ્તાર હોટ સ્પોટ જેવો બની રહ્યો હતો. આજે ત્યાં બન્ને રાજકીય પક્ષના પ્રચાર સાહિત્ય, બોર્ડને લઈને ચકમક થતાં ડીસીપી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. આવી જ રીતે એરપોર્ટ રોડ, કાલાવાડ રોડ પર પણ રાજકીય પક્ષના પ્રચાર સાહિત્યના ટેબલોને લઈને માથાકૂટ થઈ હતી અને આવા પ્રચાર સાહિત્ય દૂર કરાવાયા હતા.

રાજકોટ શહેરમાં ક્ષત્રિય આંદોલનનો વધુ કરટં રેલનગર વિસ્તારમાં હતો. આ વિસ્તારમાં ક્ષત્રિય પરિવારના વસવાટ પણ વધુ છે. અહીં આજ સવારથી જ પોલીસ વધુ ચોક્કની બનીને બંદોબસ્તમાં રહી છે. મતદાન મથકો નજીક ભાજપના ટેબલ પર પક્ષના પ્રચાર, પ્રસારના સાહિત્ય હોવાની ફરિયાદ થતાં તત્રં દ્રારા તે હટાવાયા હતા. જયારે સામે નજીકમાં જ કોંગ્રેસ કાર્યાલયનું બોર્ડ હોવાથી તે પણ દૂર કરાયું હતું. તોડો સમય બન્ને પક્ષના રાજકીય અગ્રણીઓ, કાર્યકર્તાઓ વચ્ચે થોડી ગરમા ગરમી થતાં ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી રાધિકા ભારાઈ, પીઆઈ જણકાંટ સહિતના દોડી ગયા હતા.

બન્ને પક્ષના પ્રચાર સાહિત્ય હટાવાયા હતા. એરપોર્ટ રોડ પર એક મતદાન મથક સ્કૂલ પાસે બીજેપીના ટીશર્ટ પહેરેલા વ્યકિત લોકોને લઈ જવા મુકી જવાની પ્રવૃતિ કરતા હોય તેમજ નજીકમાં જ પ્રચાર સાહિત્ય ઝંડા લગાવાયેલા હતા જેનો ચૂંટણી એજન્ટ દેવેન્દ્રસિંહ જાડેજા દ્રારા વિરોધ કરાયો હતો. ટીશર્ટ પહેરેલા વ્યકિતને અટકાવાયો હતો અને સાહિત્ય દૂર કરાવવાના મામલે ાતાવરણ તગં જેવુ બની ગયું હતું. ભાજપના પ્રમુખ સહિતના દોડી ગયા હતા. સમજાવટ અને ગેરસમાજ દૂરી થતાં અંતે મામલો થાળે પડયો હતો.
ક્ષત્રિય સંકલન સમિતિ ટીમ બૌધ્ધિક રીતે લડત આપતી હોય તે રીતે ચૂંટણીપંચની માર્ગદર્શિકા, નિયમ વિરૂધ્ધ રાજકીય પક્ષો દ્રારા મતદાન મથકો નજીક જ ટેબલો ઉભા કરી ત્યાં બેનર, તોરણ, છત્રી જેવા પ્રચાર સાહિત્ય રખાયેલા હતા. જે બાબતે સી–વીઝીલ એપ મારફતે ફરિયાદો કરાઈ હતી. કાલાવાડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે જ ભાજપ અને કોંગ્રેસના ટેબલો પરથી બન્ને પક્ષના અગ્રણીઓ કાર્યકર્તાઓની નજર સામે જ ચૂંટણીપંચની ટીમ દ્રારા આવા સાહિત્ય દૂર કરાવાયા હતા. આ ઉપરાંત સત્યસાંઈ રોડ આવા ટેબલો અંગે ફરિયાદો કરાઈ હતી. આરટીઆઈ એકિટવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજા અને તેમની બૌધ્ધિક ટીમ મારફતે ચૂંટણીપંચની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે સતત સતર્કતા સાથે ચૂંટણીપંચને પણ દોડાવાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application