તબ્બુની આગામી ફિલ્મ 'સ્લમડોગ - 33 ટેમ્પલ રોડ'નું એક ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે , જેમાં એક્ટ્રેસ 'લેડી સિંઘમ' અવતારમાં જોવા મળી રહી છે.
પુરી જગન્નાથની આવનારી એક્શન એન્ટરટેનર ફિલ્મ 'સ્લમડોગ 33 ટેમ્પલ રોડ' માંથી તબ્બુની પહેલી ઝલકવાળા વીડિયોએ સનસનાટી મચાવી દીધી છે. વિજય સેતુપતિની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મમાં એક્ટ્રેસ 'ગૌરી હેગડે' નુ પાત્ર ભજવી રહી છે, જે એક નીડર અને દમદાર ઓફિસર છે. આ ફિલ્મમાં દર્શકોને લેડી સિંઘમ ચોક્કસ પસંદ પડશે જ તેમાં બે મત નથી.
મેકર્સે સોમવારે તેના પાત્રની ઝલક રિલીઝ કરી, જેનાથી દર્શકોને તબ્બુના રોલ વિશે વધુ જાણવાની તક મળી. આ નાના વીડિયોમાં ગૌરી હેગડેને એક એવી મહિલા તરીકે દર્શાવવામાં આવી છે જે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પાછળ નથી હટતી. તેના દબંગ અંદાજથી લઈને એક્શનથી ભરપૂર ક્ષણો સુધી, એવું લાગે છે કે તબ્બુ એક એવા પાત્રમાં છે જેમાં ઘણો એટીટ્યુડ છે. આ અવતારમાં તેને 'લેડી સિંઘમ' કહેવી ખોટી નહીં હોય.