ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને સ્લિપર કોચ બસની ટક્કર બાદ બસ પલટી ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે.મળતી માહિતી મુજબ સ્લિપર કોચ બસ બિહારના મોતિહારીથી દિલ્હી આવી રહી હતી. સવારે લગભગ 5.15 વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામમાં પહોંચી ત્યારે પાછળથી દૂધ ભરેલા એક ટેન્કરે તેને ઓવરટેક કરી અને તે દરમિયાન બસ તેની સાથે અથડાઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડબલ ડેકર બસના ટુકડા થઈ ગયા હતા. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં મૃતદેહોનો ઢગલો હતો. વહેલી સવારે બનેલા આ અકસ્માતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.
ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના સવારે લગભગ 5.15 વાગ્યે થઈ હતી. બિહારના મોતિહારીથી આવી રહેલી એક ખાનગી બસ દૂધ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 30 મુસાફરો ઘાયલ થયા હતા. પ્રારંભિક તપાસ દશર્વિે છે. કે તમામ ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.આ અકસ્માત અંગે રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર ભારે પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઈજાગ્રસ્તોને સારવાર માટે બાંગરમાઉ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કયર્િ હતા. ડોક્ટરોએ ગંભીર રીતે ઘાયલ મુસાફરોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કયર્િ છે. મૃતકોમાં 14 પુરૂષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech