BREAKING NEWS

તમિલનાડુના ડિંડિગુલમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું ટેન્કર પલટાયું, 25,000 લીટર એસિડ લીક થવાથી મચી દોડધામ

  • November 15, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિલનાડુમાંથી એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં થૂથુકુડીથી કરૂર તરફ હાઇડ્રોક્લોરિક એસિડ લઈને જઈ રહેલું એક ટેન્કર લૉરી રવિવારે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ડિંડિગુલ જિલ્લા કલેક્ટર કચેરી નજીક અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં રસ્તા પર અંદાજે 25,000 લીટર એસિડ લીક થઈ જવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી.


પ્રાથમિક માહિતી અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવરને ઝોકું આવી જતાં વાહન રસ્તાની એક બાજુથી બીજી બાજુ લપસી ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક અન્ય વાહને ટેન્કરને ટક્કર મારી હતી, જેના કારણે ટેન્કરની પાછળની ડ્રેઇન વાલ્વ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને એસિડ વહેવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે લીક થયેલા એસિડને પાતળું કરવા અને તેનો ફેલાવો અટકાવવા માટે મોટા પ્રમાણમાં પાણીનો છંટકાવ કર્યો હતો.


સાવચેતીના પગલા રૂપે, ક્ષતિગ્રસ્ત ટેન્કરને અકસ્માત સ્થળે સુરક્ષિત કરવામાં આવ્યું છે. થાડીકોમ્બુ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી, પરંતુ રાસાયણિક પદાર્થ લીક થવાને કારણે થોડા સમય માટે ભયનું વાતાવરણ સર્જાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application