અમરેલીના રાજુલા-જાફરાબાદમાં ગણેશોત્સવમાં તારક મહેતા…સીરીયલના ટપુ અને સોઢીએ હાજરી આપી

  • September 07, 2022 01:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaalteam

દેશમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમરેલીના રાજુલા-જાફરાબાદમાં ગણેશોત્સવમાં 'તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા ફેમ  'ટપુ' (ભવ્ય ગાંધી) અને  'સોઢી' (ગુરુચરણસિંહ)એ હાજરી આપી હતી.  'તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જોવા મળતા 'ટપુ' અને 'સોઢી' પોતાના વિસ્તારમાં આવી રહ્યા હોવાની વાત લોકોને મળતાં જ મોટી સંખ્યામાં લોકો આ બંને કલાકારને મળવા માટે પહોંચ્યા હતા. બંને કલાકારોનું રાજુલા અને જાફરાબાદમાં લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.




અમરેલીના રાજુલા અને જાફરાબાદના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કોળી સેનાના આગેવાન હીરા સોલંકીના આમંત્રણને માન આપી 'તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા ફેમ 'ટપુ' અને 'સોઢી' અમરેલી પધાર્યા હતા. બંને કલાકારોએ રાજુલા-જાફરાબાદમાં ગણપતિ પંડાલની મુલાકાત લઈ આરતી ઉતારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application