BREAKING NEWS

'તારા સિંઘ'નું કમબેક, ગદર–૩ સાથે સની બોકસ ઓફિસ ધ્રુજાવવા તૈયાર

  • June 15, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સિનેમાના ઇતિહાસમાં 'ગદર' એક એવું નામ છે, જેણે બોકસ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 'ગદર: એક પ્રેમ કથા' અને 'ગદર ૨' ની સુપરહિટ સફળતા બાદ, હવે ફેન્સ માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ડાયરેકટર અનિલ શર્માએ સની દેઓલની મોસ્ટ અવેટેડ અપકમિંગ ફિલ્મ 'ગદર ૩'અંગે એક મોટું અને મહત્વનું અપડેટ આપ્યું છે, જેને સાંભળીને ફેન્સનો આનદં બેવડાઈ ગયો છે. જણાવી દઈએ કે સુપરહિટ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા'ની રિલીઝને હવે ૨૫ વર્ષ પૂરા થઈ ગયા છે. આ એ સમય હતો યારે બોકસ ઓફિસ પર આમિર ખાનની ફિલ્મ 'લગાન' અને સની દેઓલની 'ગદર' વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ મોટા કલેશ છતાં પણ 'ગદર' એ બોકસ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરીને ઈતિહાસ રચી દીધો હતો. ત્યારબાદ, ૨૨ વર્ષના લાંબા સમય પછી ફિલ્મની સીકવલ 'ગદર ૨' આવી અને તેણે પણ બોકસ ઓફિસ પર ધૂમ મચાવીને સની દેઓલનું ધમાકેદાર કમબેક કરાવ્યું.
'ગદર' અને 'ગદર ૨' ની ભવ્ય સફળતા બાદ હવે આખી દુનિયાની નજર 'ગદર ૩' પર ટકેલી છે. લાંબા સમયથી સોશિયલ મીડિયા અને સિનેમા જગતમાં આ ફિલ્મને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. આ પહેલાં ફિલ્મની લીડ એકટ્રેસ 'સકીના' એટલે કે અમીષા પટેલે  પણ સંકેત આપ્યો હતો કે 'ગદર ૩' ચોક્કસપણે બનશે. પરંતુ હવે ફેન્સની આતુરતાનો અતં આવ્યો છે કારણ કે ખુદ ફિલ્મના ડાયરેકટર અનિલ શર્માએ સત્તાવાર રીતે ફિલ્મની સ્ક્રિપ્ટ અને શૂટિંગના અપડેટ અંગે વાત કરી છે. તેમના આ અપડેટથી સ્પષ્ટ્ર થઈ ગયું છે કે સની દેઓલ ફરી એકવાર 'તારા સિંઘ' ના આઇકોનિક પાત્રમાં બોકસ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. અનિલ શર્માના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર 'ગદર ૩' ટ્રેનડ થવા લાગી છે. ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે તારા સિંઘ પાકિસ્તાનમાં જઈને શું નવું કરશે અને ફિલ્મની વાર્તા કયો વળાંક લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application