મોરબીમાં બાળ મજૂરી કરતા ૧૨ વર્ષના બાળકને મુકત કરાવતી ટાસ્ક ફોર્સ
મોરબીમાં બાળ મજૂરી કરતા ૧૨ વર્ષના બાળકને મુકત કરાવતી ટાસ્ક ફોર્સ
July 18, 2026 08:49 AM
મોરબીના માધાપર–અંબિકા રોડ પર આવેલી એક સંસ્થામાં માસૂમ બાળક પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાઇલ્ડ હેલ્પલાઇન મોરબીને મળેલી લેખિત ફરિયાદના આધારે જીલ્લ ા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ, શ્રમ અધિકારી, સમાજ સુરક્ષા વિભાગ અને પોલીસ સહિતના સંયુકત તત્રં દ્રારા તા.૧૭–૭ના રોજ સવારે મોરબી નાઈફ વકર્સ નામની પેઢી પર આકસ્મિક રેઇડ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંસ્થામાંથી અંદાજે ૧૨ વર્ષની નાની ઉંમરનો એક બાળ શ્રમિક હેલ્પર તરીકે જોખમી કામ કરતો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોતમભાઈ જોશી દ્રારા નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર રેઇડ દરમિયાન મુકત કરાયેલા બાળકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ બાવાજી અમન ટપુભાઈ હોવાનું જણાવ્યું હતું. આ માસૂમ બાળકને કાળજી અને રક્ષણની જરૂરિયાત હોવાથી તેને તુરતં મુકત કરાવી આગળની કાનૂની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યો છે. નિયમ વિરૂદ્ધ ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે મજૂરી કરાવવા બદલ પેઢીના ભાગીદાર રઘુવીરસિંહ નવિનચદ્રં (ઉં.વ. ૪૪) સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળ અને તણ કામદાર (પ્રતિબધં અને નિયમન) એકટની કલમ ૩ અને ૧૪ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે