તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સીજીએસટી ડિપાર્ટમેન્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જીએસટી એમ્નેસ્ટી સ્કિમ અંગે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટ સીજીએસટી કમિશનર શિવાકુમાર વી. તથા ડેપ્યુટી કમિશનર નાથા નાગશએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું તેમજ કરદાતાઓને આ સ્કિમનો લાભ મેળવવા માટે આગ્રહ પૂર્વક અનુરોધ કરાયો હતો.સેમિનારમાં ખાસ ઉપસ્થિત રાજકોટ સીજીએસટી કમિશ્નર શિવાકુમાર વી.એ સેમીનારનું આયોજન ક2વા બદલ આભાર વ્યકત કરી સરકાર દ્વારા કરદાતાઓના હિતને લક્ષમાં રાખી સ્કિમ અંગે ટુંકમાં વિગત આપી આ બાબતે કરદાતાઓને કોઇ પણ મુશ્કેલી-સમયસ્યા કે મદદની જરૂર જણાય તો સીજીએસટી ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યુ હતું. કરદાતાઓને આ સ્કિમનો લાભ લેવા તેમણે ભારપૂર્વક અપિલ કરી હતી.
જ્યારે મુખ્ય વકતા રાજકોટ સીજીએસટી ડેપ્યુટી કમિશનર નાથા નાગશએ જણાવેલ કે, જીએસટી કાઉન્સીલ દ્વારા સીજીએસટી એક્ટ-2017 હેઠળ 128-એમાં ઉપરોક્ત સ્કિમ તા.1લી નવેમ્બર 2024 થી અમલમાં આવેલ છે. આ સ્કીમ એવા કરદાતાઓને લાભ આપે છે જેમણે નાણાંકીય વર્ષ 2017-18, 2018-19 અને 2019-20 માટે સીજીએસટી કાયદાના 73 અને 74 હેઠળ નોટીસ-ઓર્ડર પ્રાપ્ત કરેલ છે. તેઓ વ્યાજ અને દંડની માફી માટે અરજી કરી શકે છે. જો વ્યાજ અને પેનલ્ટી પહેલેથી ચુકવવામાં આવેલ હોય તો કોઈ રીફંડ આપવામાં આવશે નહી. આ સ્કીમનો લાભલેવા માટે કરદાતાએ માંગવામાં આવેલી વાસ્તવીક જીએસટી રકમ 31-03-2025 સુધીમાં ચુકવવી પડશે અને ૠજઝ જઙક-01,ૠજઝ જઙક-02 ફોર્મ જીએસટી દ્વારા માફી માટેની ઓનલાઈન અરજી ત્રણ માસનાની અંદર 30-06-2025 સુધીમાં સબમીટ કરવી પડશે. આ મુજબ સ્કિમ અંગેનો લાભોસુવિધાઓ, શરતો, પ્રતિબંધો, પ્રક્રિયા જેવા અગત્યાના વિવિધ મુદાઓ ઉપર પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા માહિતી આપેલ. તેમજ ઉપસ્થિત સભ્યો દ્વારા પુછાયેલ પ્રશ્નો અંગે અધિકારીઓ દ્વારા પ્રત્યુતર આપવામાં આવ્યા હતા.
રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ સ્વાગત પ્રવચન આપતા જણાવેલ કે, સરકાર દ્વારા કોઈપણ નવા કાયદાઓ કે સ્કીમો અમલમાં મુકવામાં આવે છે તેની વેપાર-ઉદ્યોગકારોને સંપુર્ણ જાણકારી મળી રહે તે માટે હર હંમેશ અવરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જીએસટી અંતર્ગત કરદાતાઓને દંડ વ્યાજમાંથી રાહત મળે તે માટે સરકાર દ્વારા જીએસટીની આ સ્કિમ અમલી કરેલ છે. જેનાથી ખુબ રાહત થશે. આમ ક2દાતાઓને આ સ્કીમનો વધુ ને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદમંત્રી નૌતમભાઇ બારસીયાએ તથા આભારવિધિ ટ્રેઝર2 વિનોદભાઇ કાછડીયાએ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech