BREAKING NEWS

રાજકોટમાં ગંદકી ફેલાવતી ચાની હોટલો પાનની દુકાનો સહિત ૧૮૮ને દંડ ફટકાર્યો

  • November 07, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ મહાપાલિકાએ દિવાળીના તહેવારોની રજા બાદ આળસ ખંખેરી મુળ કામગીરી શરૂ કરી છે, દિવાળીના પખવાડિયા પછી સ્વચ્છતાનું સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરતા ગંદકી ફેલાવતા અનેક દંડાયા હતા. ખાસ કરીને ચાની હોટલો તેમજ પાનની દુકાનોએ વિશેષ ચેકિંગ કર્યું હતું જેમાં ચાની હોટલે ઉભા રહી જાહેરમાર્ગ ઉપર કોગળા કરતા તેમજ પાનની દુકાને ઉભા રહી જાહેર માર્ગ ઉપર પાન-ફાકીની પિચકારી મારી ગંદકી ફેલાવતા નાગરિકો તથા ડસ્ટબિન નહીં રાખતા દુકાનદારો સહિત કુલ ૧૮૮ નાગરિકો પાસેથી ૬૦,૩૫૦નો દંડ વસૂલ્યો હતો.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે ચેકિંગ હાથ ધરીને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી ફેલાવતા દુકાનદારો તેમજ અન્ય નાગરિકો પાસેથી પાસેથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં એક જ દિવસમાં ત્રણેય ઝોનમાંથી ૩૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી ગંદકી ફેલાવતા ૧૮૮ દુકાનદારો પાસેથી રૂ ૬૦૩૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની સુચના અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી.૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર અને સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application