BREAKING NEWS

રેપિડો બાઈક આડે કૂતરું ઉતરતાં શિક્ષિકા ટેન્કર નીચે કચડાઈ

  • August 13, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ૧૫૦ ફટ રીંગ રોડ પર શીતલ પાર્ક નજીક રેપીડો બાઇકમાં કૂતં ભટકાતા સ્લિપ થવાથી પાછળ બેઠેલા શિક્ષિકા રોડ પર પટકાઈ હતી દરમિયાન પાછળથી આવતું ટેન્કરનું તોતિંગ વ્હીલ માથે ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભયુ મોત નીપયું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિક કિલયર કરાવી જરી કાર્યવાહી કરી મૃતદેહને સિવિલમાં ખસેડો હતો.
બનાવની પ્રા વિગત મુજબ ૧૫૦ ફટ રોડ પર એચસીજી હોસ્પિટલ પાછળ આવેલા રવિક્રિષ્ના હાઈટસમાં રહેતી અને નચિકેતા સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પ્રિયંકાબેન દોશી (ઉ.વ.૨૮)ની ગઈકાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં સ્કૂલેથી ઘરે જવા માટે રેપીડો બુક કરી હતી દરમિયાન રેપીડોના બાઈકમાં બેસી ઘરે જવા નીકળી હતી ત્યારે શીતલ પાર્ક પાસે આર.કે.હાઈટસના ખૂણે રેપીડો બાઇકને આડે કૂતં ભટકતા ચાલકે કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું જેમાં પાછળ બેઠેલા પ્રિયંકાબેન રોડ પર પટકાયા હતા દરમિયાન પસાર થતા જીજે–૦૩–બીડબલ્યુ–૮૧૭૨ નંબરનું પેટ્રોલનું ટેન્કરનું વ્હીલ તેણીની ઉપર ફરી વળતા કચડાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપયું હતું. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ અને પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરી કાર્યવાહી કરી મૃતકના પિતા યોગેશભાઈ મગનભાઈ દોશી (ઉ.વ.૬૧–રહે–એન્ટલાટીક હાઈટસ, રામાપીર ચોકડી)ની ફરિયાદ પરથી ટેન્કર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે, મહિલાના મુત્યુથી બે વર્ષના બાળકને માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application