BREAKING NEWS

જામનગર : એડવાન્સ ટેક્નિક્સ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી સરળ બનાવતા શિક્ષકનું સન્માન

  • February 17, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના શિક્ષકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વહીવટી કામગીરીમાં પણ પોતાની સૂઝબૂઝથી શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યા છે. ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં બીએલઓ તથા અન્ય સ્ટાફની કામગીરીને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે એડવાન્સ ટેક્નિક્સ અને સોફ્ટવેરનો અસરકારક ઉપયોગ કરનાર મદદનીશ શિક્ષક પરેશ કે. સહેત્યાની સરાહનીય કામગીરીને તંત્ર દ્વારા બિરદાવવામાં આવી છે.


શાળા નંબર ૪૫ માં ફરજ બજાવતા પરેશભાઈએ પોતાની ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરી જટિલ કામગીરીને અત્યંત સરળ અને વેગવંતી બનાવી હતી. તેમની આ નિષ્ઠા અને નવતર અભિગમ બદલ જામનગરના આસિસ્ટન્ટ કલેક્ટર સુશ્રી અદિતિ વાર્ષને, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકલાણી તેમજ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલના હસ્તે તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
​​​​​​​

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, સરકારી કામગીરીમાં જ્યારે ટેકનોલોજીનો આવો સકારાત્મક સમન્વય થાય છે, ત્યારે સમયની બચત સાથે પરિણામ પણ સચોટ મળે છે. પરેશભાઈની આ કામગીરી અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ સન્માન બદલ શિક્ષણ જગત અને સાથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application