રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં 14મીએ ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ રમાવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટ ક્રેકિટ ફિવર જોવા મળી રહ્યો છે. આજે બપોર પછી ટીમ ઇન્ડિયા વ઼ડોદરાથી રાજકોટ આવી પહોંચી હતી. ટીમ ઇન્ડિયાને સયાજી હોટલમાં રોકાણ આપવામાં આવ્યું છે. હોટલમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગીલ સહિતના ખેસાડીઓનું ઢોલ-નગારાના તાલે અને ફૂલોના હાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ક્રિકેટરોને જોઈ ફેન્સ ગેલમાં આવી ગયા
પોતાના ચહિતા ક્રિકેટરોને જોવા માટે સયાજી હોટલની બહાર મોટી સંખ્યામાં ફેન્સ આવી પહોંચ્યા હતા. ક્રિકેટરોને જોઈને ફેન્સ ગેલમાં આવી ગયા હતા અને રોહિત...કોહલી...ની બૂમો પાડી હતી.
વડોદરામાં રોમાંચક મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 301 રનનો ટાર્ગેટ 49 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ભારત તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 93 રન ફટકાર્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 56 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 49 રન અને અંતમાં કેએલ રાહુલે અણનમ 29 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કાઇલ જેમિસને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ- 11
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્રા જાડેજા, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
ન્યૂઝીલેન્ડ (NZ): માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચેલ હે (વિકેટકીપર), ઝાકરી ફોલ્કેસ, ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમીસન અને આદિત્ય અશોક.