BREAKING NEWS

રાજકોટના હિરાસર એરપોર્ટમાં ટેકનિશિયન પેસેન્જરના લગેજ માંથી ચોરી કરતો હોવાનું ખુલ્યું

  • November 04, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવતા પેસેન્જરના લગેજ માંથી કીમતી દાગીનાઓ અને રોકડ સહિતની ચીજવસ્તુની ચોરી થતી હોવાની બે ઘટના સામે આવ્યા બાદ આ ચોરીનો ભેદ ઉકેલવા ડીસીપી જોન વન દ્વારા કરાયેલા આદેશના પગલે એલસીબી ઝોન વન ટીમે ગણતરી ના જ દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી એરપોર્ટમાં જ આઉટસોર્સથી ટેકનિશિયન તરીકે કામ કરતા નાની મોલડીના શખ્સને ઝડપી બે ચોરીના ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા.

પોલીસ સત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ હીરાસર એરપોર્ટ માં આવતા પેસેન્જર ના લગેજ માંથી સોનાના દાગીના તેમજ રોકડ સહિતની કીમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ જતી હોવાની બે ઘટના સામે આવતા એરપોર્ટ ઓથોરિટી અને સિક્યુરિટી સામે સવાલો ખડા થયા હતા.

આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ ગત માસની 12 તારીખ અને 26 તારીખ ના એરપોર્ટ ખાતે ઉતરેલા પેસેન્જર ના લગેજ માંથી કોઈપણ રીતે સોનાના દાગીના તેમજ રોકડ સહિતની ચોરી થઈ હતી જે અંગે પેસેન્જર વનિતાબેન વિનોદભાઈ ખરે ઉંમર વર્ષ 40 રહે આદિત્ય એપાર્ટમેન્ટ રેસકોસ રીંગરોડ રાજકોટ મૂળ એમપી ભોપાલ વાળાએ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓના લગેજ માંથી સોનાનો બ્રેસલેટ સોનાની બુટી સોનાની ઝુમ્મર અને રોકડા રૂપિયા 90,000 મળી કુલ 2.30 લાખનો મુદ્દામાલ ચોરી થયા અંગેની ફરિયાદ કરતા આ ચોરી એરપોર્ટનો જ કોઈ કર્મચારી સંડોવાયો હોય તેવા આક્ષેપ કરતા એરપોર્ટ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આ અંગે ડીસીપી ઝોન ૧ હેતલ પટેલે એલસીબીને આદેશ કરતા તપાસ શરૂ કરી હતી.

તે દરમિયાન પેસેન્જરના માલસામાન માંથી ચોરી કરતો શખશ અન્ય કોઈ નહીં પરંતુ એરપોર્ટમાં જ આઉટસોર્સથી ટેકનીશીયન તરીકે ફરજ બજાવતો જયરાજ કથુભાઈ ખાચર 28 રહે નાની મોલડી તાલુકો ચોટીલા વાળો હોવાનું ટેકનિકલ સોર્સ તેમજ સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે બહાર આવતા ઝડપી લીધો હતો.

ઝડપાયેલા શખ્સ પાસેથી 2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમ જ અગાઉ પણ થયેલ એક પેસેન્જર ની 85 હજારની માલમતા તેણે ચોરી કર્યાની કબુલાત આપતા ધરપકડ કરી હતી.

આ અંગેની કમગીરીમાં એલસીબી ઝોન વન પીએસઆઇ બી.વી ચુડાસમા એ.એસ.આઇ મનરૂખગીરી રવિરાજભાઈ પટગીર હિતેન્દ્રસિંહ ઝાલા જગદીશસિંહ પરમાર નિખિલભાઇ પીરોજીયા સહિતની ટીમ જોડાઈ હતી.



બેલ્ટમાંથી લગેજ સ્કેનરથી ચેક કરી ટેકનિશિયન ચોરી કરી લેતો

ફ્લાઈટમાં હિરાસર એરપોર્ટ પર ઉતરતા પેસેન્જર પોતાનો સામાન લેવા માટે બહાર રાહ જોઈને ઊભા હોય તે દરમિયાન બેલ્ટ પર આવતા લગેજના સામાનને જ્યાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં આ ટેકનીશીયલ સ્કેનરથી સામાન ચેક કરી સોનુ કે કીમતી ચીજવસ્તુ નજરે પડતા ઉઠાવી લેતો હોવાની પૂછપરછમાં કબુલાત આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application