જમ્મુ અને કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને તાપમાન માઈનસ 8 ડીગ્રી સુધી ગગડી જતા નદીઓ અને ધોધ થીજી ગયા છે. તાપમાનમાં ઘટાડાથી જનજીવન ખોરવાઈ ગયું છે અને લોકોને ઘરની અંદર જ રહેવાની ફરજ પડી છે. શ્રીનગર સહિત ખીણના તમામ વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું.જયારે લેહ માં તો 8 ડિસેમ્બરથી શાળાઓ બંધ રાખવા આદેશ અપાયો છે.લદ્દાખના ઠંડા રણ પ્રદેશમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું. લેહમાં -9.0, જ્યારે કારગિલમાં -7.8 તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી શુષ્ક હવામાન વચ્ચે તીવ્ર શીત લહેર ચાલુ રહેશે.
જમ્મુ અને કાશ્મીરમાં હવે ઠંડી ભુક્કા બોલાવી રહી છે અને તાપમાન માઈનસમાં પહોચ્યું છે.લેહમાં -9.0, કારગીલમાં -7.8 અને નુબ્રા ખીણમાં -7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન -4.0 નોંધાયું. કાઝીગુંડમાં -3.6, પહેલગામમાં -4.8, કુપવાડામાં -3.2, કોકરનાગમાં -0.8, ગુલમર્ગમાં -1.0, પંપોરમાં -5.0, શ્રીનગર એરપોર્ટમાં -4.6, અવંતીપોરામાં -4.0,બુડગામ -4.2 સાથે સૌથી ઠંડુ રહ્યું, અનંતનાગ, બારામુલ્લા અને ઝેથાન રફિયાબાદ અનુક્રમે -4.8, -4.8 અને -4.6 સાથે સૌથી ઠંડુ રહ્યું, પુલવામા અને શોપિયા અનુક્રમે -5.6 અને -5.3 સાથે સૌથી ઠંડુ રહ્યું. બાંદીપોરામાં લઘુત્તમ તાપમાન -3.9, ગરબલ -2.6, સોનમર્ગ -3.6 અને ઝોજીલા પાસમાં લઘુત્તમ તાપમાન -17.0 સાથે સૌથી ઠંડુ રહ્યું. તીવ્ર ઠંડીને કારણે ઘણી જગ્યાએ ઠંડી પડી ગઈ હતી અને ધોધ અને નદીઓ થીજી ગઈ હતી.
લદ્દાખમાં ધોરણ 8 સુધીની સરકારી અને ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન જાહેર
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં લેહ જિલ્લાના ઉપરના ભાગોમાં તીવ્ર ઠંડીને કારણે, શિયાળુ વેકેશન 8 ડિસેમ્બરથી શરૂ થશે. ઠંડી અને સતત ઘટતા તાપમાનને ધ્યાનમાં રાખીને, રાજ્ય વહીવટીતંત્રે લેહના ન્યોમા અને દુરબુક ઝોનમાં ધોરણ 8 સુધીની સરકારી અને ખાનગી શાળાઓ માટે શિયાળુ વેકેશન જાહેર કર્યું છે. આ અંગેનો આદેશ ગુરુવારે લેહના મુખ્ય શિક્ષણ અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યો હતો. દરમિયાન, લેહ જિલ્લાની અન્ય તમામ શાળાઓ માટે શિયાળુ વેકેશન 15 ડિસેમ્બરથી શરૂ થશે.