BREAKING NEWS

ગિરનાર પર્વત પર 10.8, નલિયામાં 10 ડિગ્રી ઠંડી, રાજકોટમાં મહત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઊંચુ નોંધાયું

  • December 02, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લઘુતમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ સાથે ઠંડીનું પ્રમાણ ખાસ નોંધપાત્ર નથી. આજે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન 10.8 અને નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે.


રાજ્યના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો જુનાગઢ શહેરમાં ૧૫.૮, ભવનાથ તળેટીમાં 13.8, રાજકોટમાં 15.8, ભુજમાં 16, ડીસામાં 16.4, પોરબંદરમાં 17.2, વેરાવળમાં 19.3, ઓખામાં 21.5, કંડલામાં 17.5, ગાંધીનગરમાં 15.5, સુરતમાં 17.6, અમદાવાદમાં 16.5 અને વડોદરામાં 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

મહત્તમ તાપમાન મોટાભાગના શહેરોમાં 30 ડિગ્રીથી વધુ રહ્યું છે. ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી હતું તે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application