BREAKING NEWS

શિયાળાની આગેકુચ: મોટાભાગના વિસ્તારમાં 20 ડિગ્રી નીચે તાપમાન

  • November 07, 2025 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લઘુતમ તાપમાનમાં ઘટાડાનો છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલો સિલસિલો આજે પણ આગળ વધ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે લઘુત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે. અમરેલી નલિયા ડીસા વડોદરા ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે લઘુતમ તાપમાન 16 ડીગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ ઠંડીનું પ્રમાણ વધશે અને આગામી બે થી ત્રણ દિવસમાં વધુ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું ઉતરશે.

આજે સવારે અમરેલીમાં 16.6 નલિયામાં 16.2 ડીસામાં 16.3 ગાંધીનગરમાં 16.5 વડોદરામાં 16.6 અમદાવાદમાં 17 સુરતમાં 19.8 ભાવનગરમાં 20.2 રાજકોટમાં 18.5 દ્વારકામાં 22 કંડલામાં 20.5 પોરબંદરમાં 19.6 વેરાવળમાં 21.2 ભુજમાં 18.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

પ્રતિ કલાકના 10 થી 15 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાય છે અને તેના કારણે ઠંડીની અસર જોવા મળે છે. જોકે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ સામાન્યથી વધારે રહેવા પામે છે.

જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઈ રહેલી બરફ વરસાના કારણે અને પવનની દિશા પણ એ તરફની રહેતા લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, સામાન્ય રીતે દિવાળીના તહેવારો આસપાસ ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે. પરંતુ આ વખતે શિયાળાની સિઝન થોડી મોડી શરૂ થઈ છે. બરફ વરસાના કારણે હરિયાણાના હિસારમાં આજે લઘુતમ તાપમાન 10.1 ડીગ્રી નોંધાયું છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં બરફ વર્ષા થાય છે અને તેના કારણે હજુ આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર વધશે. અત્યારે તામિલનાડુ કર્ણાટક જેવા દક્ષિણના રાજ્યોને બાદ કરતાં ક્યાંય વરસાદ નથી પરંતુ હિમાલયન રિજીયનમાં બરફ વર્ષા અને વરસાદ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application