રાજકોટ–સુરતમાં ૩૫ ડિગ્રીને પાર કરતું તાપમાન: ઉનાળા જેવી ગરમી
રાજકોટ–સુરતમાં ૩૫ ડિગ્રીને પાર કરતું તાપમાન: ઉનાળા જેવી ગરમી
February 13, 2026 11:47 AM
સુરત અને રાજકોટમાં ગુવારે મહત્તમ તાપમાન નો પારો ૩૫ ડીગ્રીને પાર કરી ગયો છે.સમગ્ર રાયમાં એકમાત્ર ઓખાને બાદ કરતા સર્વત્ર મહત્તમ તાપમાન ૩૦ થી ૩૫.૮ ડિગ્રી રહ્યું છે. ઓખામાં માત્ર ૨૮.૬ ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. રાજકોટમાં ૩૫.૧ સુરતમાં ૩૫.૮ અમરેલીમાં ૩૪.૩ ભાવનગરમાં ૩૨ ભુજમાં ૩૩ દ્રારકામાં ૩૦.૬ કંડલામાં ૩૩.૨ નલિયામાં ૩૨ પોરબંદરમાં ૩૨.૪ અને વેરાવળમાં ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. સૌરાષ્ટ્ર્ર કચ્છ જેવી જ સ્થિતિ ગુજરાતના અન્ય ભાગોની છે. ગઈકાલે અમદાવાદમાં ૩૨.૭ વડોદરામાં ૩૪.૪ ડીસામાં ૩૩.૮ ગાંધીનગરમાં ૩૨.૫ ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં ૧૬.૨ વેરાવળમાં ૧૮.૩ ભાવનગરમાં ૧૯.૮ ભુજમાં ૧૭.૪ દ્રારકામાં ૧૮.૬ નલિયામાં ૧૪.૩ ઓખામાં ૧૯.૬ પોરબંદરમાં ૧૭.૫ ડિગ્રી નોંધાયું હતું. હિંદ મહાસાગરમાં આજે સવારે અપર એર સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે. બંગાળની ખાડીના સાઉથ ઇસ્ટ દિશાને સંલ આ સિસ્ટમ ૫.૮ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પથરાયું છે અને તે તારીખ ૧૫ ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થશે. સાથોસાથ તામિલનાડુમાં પણ અપર એર સાયકલોનીક સકર્યુલેશન છવાયું છે. સમગ્ર વેસ્ટર્ન હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ ૧૬ ના રોજ ઊભું થવાનું છે. આ તમામ સિસ્ટમોના કારણે જમ્મુ કશ્મીર લદાખ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન તામિલનાડુ કેરલા લદવીપમા વરસાદની આગાહી કરવામાં આવી છે