BREAKING NEWS

ઠંડીની આગેકૂચને બ્રેક: ફરી ચાર ડીગ્રી જેટલું તાપમાન ઊંચે ચડશે

  • November 19, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિસેમ્બર મહિનામાં પડે તેટલી ઠંડી નવેમ્બર મહિનામાં પડી ગયા બાદ શિયાળાની સીઝનને અને ઠંડીની તીવ્રતાને હવે ફરી બ્રેક લાગી ગઈ છે. આગામી ચાર દિવસ સુધી લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થશે અને ૪ થી ૫ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરશે.

આજે રાજકોટ કંડલા ગાંધીનગર ડીસા ભુજ વડોદરા અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં ગઈકાલની સરખામણીએ વધારો થયો છે. ભાવનગર નલિયા અને પોરબંદરમાં આજે ગઈકાલ જેટલું જ લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. સુરત અને અમરેલીમાં આજે લઘુતમ તાપમાન થોડું ઘટ્યું છે.

રાજકોટમાં ગઈકાલે 12.1 અને આજે 12.8 ભુજમાં ગઈકાલે 14.3 અને આજે 15 કંડલામાં ગઈકાલે 15.5 અને આજે 16 ડીસામાં ગઈકાલે 13.4 અને આજે 13.8 વડોદરામાં ગઈકાલે 12.6 અને આજે 13.6 અમદાવાદમાં ગઈકાલે 13.6 અને આજે 14 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

ભાવનગરમાં ગઈકાલે અને આજે 15.6 પોરબંદરમાં ગઈકાલે અને આજે 13.1 ડિગ્રી એક સરખું તાપમાન રહ્યું છે અને કોઈ પ્રકારની વધ-ઘટ થઈ નથી.

અમરેલીમાં ગઈકાલની સરખામણીએ આજે સામાન્ય ઘટાડો લઘુતમ તાપમાનમાં થયો છે અમરેલીમાં આજે 11.2 અને ગઈકાલે 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન હતું આવી જ રીતે સુરતમાં ગઈકાલે 18.6 અને આજે 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ઠંડીના પ્રમાણમાં આજથી ઘટાડાનો સિલસિલો થઈ ગયો શરૂ થઈ ગયો છે અને આગામી ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર થી પાંચ ડિગ્રી જેટલું નીચે ઉતરશે દેશભરમાં ઠંડીના પ્રમાણમાં આજથી ઘટાડો થશે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ થોડું વધી ગયું છે અને તેના કારણે સવારે ઠંડીનો ચમકારો વધુ અનુભવાય છે. પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application