BREAKING NEWS

મધ્યમવર્ગ માટે બજેટમાં દસ સૌથી મોટી જાહેરાત

  • February 18, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27 ઐતિહાસિક રહ્યું છએ. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.


દસ મોટી જાહેરાત


(1) નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્‍વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, રૂ. 260 કરોડ રૂપિયાની ફાળવણી


(2) પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે 3472 કરોડ રૂપિયાની ફાળવણી


(3) 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો


(4) ગુજરાતમાં નવી 2 હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ



5) ગુજરાતમાં 3.15 લાખ ઘર બનાવવા મટે 4272 કરોડ રૂપિયાની જોગવાઈ


(6) પીએમ આવાસ યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવાશે


(7) એસસી-એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારી રૂ. છ લાખ કરવાની જાહેરાત


(8) વીબી- જી રામ જી યોજના માટે 1500 કરોડ રૂપિયાની જાહેરાત


(9) ગુજરાત બજેટ 2026માં શિક્ષણ ક્ષેત્રે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા રૂ.2,50,000થી વધારીને રૂ.6,00,000 કરાઈ, આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય રૂ.2,160થી વધારીને રૂ.2,500 કરાઈ, રાજ્યમાં વધુ 926 પીએમ-શ્રી સ્કૂલો અને બાલવાટિકાથી ધો.દસ સુધીની 'સંકલિત શાળાઓ' પણ શરૂ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News