રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યમાં વધારો અને નાગરિકોને વધુ સુવિધાયુક્ત, સુવ્યવસ્થિત અને આકર્ષક જાહેર સ્થળો ઉપલબ્ધ કરવાના હેતુથી લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત જે સ્થળે વિકાસ અને સૌંદર્યીકરણની કામગીરી થવાની છે તે સ્થળ સંપૂર્ણપણે દબાણમુક્ત છે અને ત્યાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ, કબજો કે અવરોધ અસ્તિત્વમાં નથી તેવી મહાપાલિકા તંત્રએ આપ મેળે સ્પષ્ટતા પણ કરી નાખી છે.
લાલપરી તળાવને ડેવલોપમેન્ટ તથા બ્યુટીફિકેશન કરવાનાં કામે ૧૮૨૬૫ ચો.મી.નો કુલ એરિયામાં લેકફ્રન્ટની બાજુમા લંબાઈ અંદાજે ૧.૦ કી.મી, રોડ સાઈડ લંબાઈ અંદાજે ૮૬૦ રનીંગ મીટર, ગાર્ડન વર્ક ૧૦૯૫૦ ચો.મી, ગેબિયન વોલ ૧ કી.મી, ફૂટપાથ ૮૫૦ રનીંગ મીટર અને વોકિંગ ટ્રેક ૧૬૫૦ રનીંગ મીટર તથા ગજેબો જેવા કામનો સમાવેશ થાય છે.
લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે જરૂરી તમામ ટેકનિકલ અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી ચૂકી છે. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમિત પ્રક્રિયા અનુસાર યોગ્ય અને લાયક એજન્સી પસંદ કરવામાં આવી છે. ટેન્ડર મંજૂર થઈ ચૂકેલ છે અને કામગીરી કરવા માટે એજન્સીની સત્તાવાર નિમણૂક પણ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ લાલપરી તળાવને ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેસન માટે ડેવલોપ કરવાનું થાય છે, જે પ્રદ્યુમન પાર્કમાં આવતા તમામ ટુરિસ્ટ માટે પેડેસ્ટ્રીયન વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે યેરીયા, ગાર્ડેન એરિયા, ફૂથપાથ, ગ્રીનબેલ્ટ, બેસવા માટે ગજેબો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ રાજકોટને વધુ સુંદર, સ્વચ્છ અને આધુનિક બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.