BREAKING NEWS

ટેસ્લાનો ચર્ચિત હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટિમસ ભારતમાં લોન્ચ કરાશે

  • April 24, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન અબજોપતિ એલોન મસ્કની કંપની ટેસ્લાનો બહત્પચર્ચિત હ્યુમનોઇડ રોબોટ ઓપ્ટિમસ ભારતમાં લોન્ચ થવાની તૈયારી છે. મસ્કને આ રોબોટ પાસેથી ઘણી આશાઓ છે. કંપની તેને કુંગ ફુથી લઈને ઘરકામ સુધીની દરેક બાબતમાં તાલીમ આપી રહી છે. ટેસ્લાએ ૨૦૩૦ સુધીમાં આવા ૧૦ લાખ રોબોટ બનાવવાનું લય રાખ્યું છે. નવીનતમ માહિતી અનુસાર, કંપની ભારતમાં આ રોબોટ લોન્ચ કરી શકે છે. કંપનીના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે યોગ્ય સમય આવે ત્યારે આ રોબોટ ભારતમાં રજૂ કરવામાં આવશે.
ટેસ્લાના એશિયા–પેસિફિકના વડા, ઇસાબેલ ફેને જણાવ્યું હતું કે આ વર્ષે ઓપ્ટિમસનું મોટા પાયે ઉત્પાદન શ થશે. ભવિષ્યમાં તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. તેણીએ ઉમેયુ હતું કે યોગ્ય સમય આવે ત્યારે તે ચોક્કસપણે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. અમે તેને ભારતમાં લાવવા માંગીએ છીએ, અને તે અમાં લય છે. ફેન માને છે કે રોબોટસ માનવ જીવનને સરળ બનાવશે. તે માનવો માટે એક સારો વિકલ્પ હશે, જેનાથી તેઓ તેમના સમયનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. ટેસ્લાના એક અધિકારીએ જણાવ્યું હતું કે રોબોટનો ઉપયોગ વિવિધ કાર્યેા માટે થઈ શકે છે, જેમાં એવા કાર્યેાનો પણ સમાવેશ થાય છે જે માનવીઓ તેમના જોખમોને કારણે કરવા માટે અનિચ્છા રાખે છે.
અહેવાલો અનુસાર, ઓપ્ટિમસ રોબોટ અનેક કાર્યેા કરવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં લોજિસ્ટિકસ, આરોગ્યસંભાળ અને વારંવાર ઘરગથ્થુ કાર્યેાનો સમાવેશ થાય છે. તે માણસની જેમ કાર્ય કરશે. રોબોટ માણસોની જેમ જ ફરતો અને કામ કરતો દર્શાવતા ઘણા વીડિયો સામે આવ્યા છે. મસ્કને આશા છે કે રોબોટસ ગરીબી મુકત વિશ્વ બનાવી શકે છે.
મસ્ક ઓપ્ટિમસ સાથે રોબોટસની સેના બનાવવા માંગે છે. ગયા વર્ષે, મસ્કે કહ્યું હતું કે તે એક મોટી રોબોટ સેના બનાવવા માંગે છે અને આગામી થોડા વર્ષેામાં ઓપ્ટિમસ રોબોટસના ૧ મિલિયન યુનિટનું ઉત્પાદન કરવામાં આવશે. મસ્કે કહ્યું હતું કે ઓપ્ટિમસ ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ પ્રોજેકટ બની શકે છે. કંપનીએ ૨૦૨૩ થી ઓપ્ટિમસ પર કામ ઝડપી બનાવ્યું છે, અને તે હવે પરીક્ષણ તબક્કામાં પ્રવેશી ગયું છે. તે સંપૂર્ણપણે  ની મદદથી કામ કરે છે અને તેને નિયંત્રિત કરવા માટે માણસની જર નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application