તમિલનાડુના મુખ્યમંત્રી અને સુપરસ્ટાર એકટર વિજય તેમજ તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યા છે. લેટેસ્ટ અહેવાલો મુજબ, એવી શકયતા સેવાઈ રહી છે કે આ કપલ પોતાના અંગત મતભેદોને ઉકેલીને ફરી એક થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ચર્ચાઓ એવા સમયે જોર પકડી રહી છે યારે ૧૫ જૂનના રોજ જ કોર્ટમાં તેમના છૂટાછેડાના કેસની મહત્વની સુનાવણી થવાની છે.
મીડિયા રિપોટર્સ અનુસાર, વિજય અને સંગીતા વચ્ચે પોતાના પ્રશનોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વાતચીત ચાલી રહી છે. જોકે, બંને પક્ષોમાંથી કોઈના પણ દ્રારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટ્રિ કરવામાં આવી નથી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેઓ ફરી એક સાથે આવે તેવી અટકળો ખૂબ જ તેજ થઈ ગઈ છે.
રિપોટર્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે વિજયના માતા શોભા ચંદ્રશેખર, આ બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરીને વાતચીત આગળ વધારવા અને પરસ્પર સંમતિ સાધવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે, સત્તાવાર રીતે આ દાવાઓની હજુ સુધી પુષ્ટ્રિ થઈ શકી નથી. વિજયના પોલિટિકલ કેમ્પેઈન અને મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ સમારોહ જેવા અનેક મહત્વના જાહેર કાર્યક્રમોમાં સંગીતા ગેરહાજર રહી હતી. ત્યારથી જ આ કપલના લજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના સમાચારો વહેતા થયા હતા. સંગીતા તેના બાળકો સાથે લાંબા સમયથી લંડનમાં રહી રહી છે, જેને કારણે તેમના અલગ થવાની અફવાઓને વધુ હવા મળી હતી. અહેવાલો અનુસાર, આ વર્ષની શરૂઆતમાં 'સ્પેશિયલ મેરેજ એકટ' હેઠળ છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પરસ્પર મતભેદોનું કારણ આપવામાં આવ્યું હતું. જોકે, વિજય કે સંગીતામાંથી કોઈએ પણ આ બાબતે કયારેય જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી.
આ હાઈ–પ્રોફાઈલ છૂટાછેડાના કેસમાં ૧૫ જૂને આજે એક મહત્વની સુનાવણી થવાની છે. અહેવાલોનું માનીએ તો, બંને પક્ષો વચ્ચે તાજેતરમાં થયેલી વાતચીત હવે વિવાદથી હટીને સુખદ અતં તરફ આગળ વધી રહી છે, જેના કારણે કોર્ટની બહાર જ સમાધાન (આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ) થઈ જશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તેમ છતાં, આ મામલાના ભવિષ્યને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરાયું નથી. સંગીતા લંડનમાં સ્થાયી થયેલા એક શ્રીલંકન તમિલ પરિવારમાંથી આવે છે. તેણે ઓગસ્ટ ૧૯૯૯માં સુપરસ્ટાર વિજય સાથે લ કર્યા હતા અને તે હંમેશા લાઈમલાઈટ તથા ગ્લેમરની દુનિયાથી દૂર જ રહી છે. વિજય અને સંગીતાને બે બાળકો છે – જેસન સંજય અને દિવ્યા સાશા. ભૂતકાળમાં સંગીતા અવારનવાર ફિલ્મી ઈવેન્ટસ અને પારિવારિક કાર્યક્રમોમાં વિજયને સપોર્ટ કરતી જોવા મળતી હતી.
હાલ પૂરતું તો, તેમના ફરી એકસાથે આવવાના સમાચાર માત્ર અટકળો પર આધારિત છે. ફેન્સ અને રાજકીય વિશ્લેષકો વિજય કે સંગીતા તરફથી કોઈ સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.