BREAKING NEWS

શક્રોના સોદાગર પાસેથી હથિયાર ખરીદનાર થાનનો શખસ બે પિસ્તોલ–તમંચા સાથે ઝબ્બે

  • July 18, 2026 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીસીબીની ટીમે વેપન કાર્ટેલ ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર અને સપ્લાયરોને ઝડપી લીધા બાદ ગેરકાયદે હથિયાર મળવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે પોલીસે અગાઉ ઝડપાયેલા પ્રદીપ કરપડાની પુછતાછમાં તેને અન્ય હથિયાર થાનગઢના શખસને આપ્યાની કબૂલાત આપતા પીસીબીની ટીમે બે પિસ્તોલ અને તમંચા સાથે થાનના યશપાલસિંહ ઝાલાને ઝડપી જરી કાર્યવાહી કરી હતી.
પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ દ્રારા અગાઉ પકડાયેલ શખસ પ્રદિપ કરપડાએ અગાઉ ગેરકાયદેસર દેશી બનાવટના હથીયારો થાનના યશપાલસિંહ ઝાલાને આપેલ હોવાની કબૂલાત આપતાં પીસીબીની ટીમે યશપાલસિંહ જયપાલસિંહ ઝાલા (ઉ.વ.૨૬, ધંધો.ખેતી કામ, રહે.થાનગઢ મેઇન બજાર સાકરીયા શેરી,સુરેન્દ્રનગર) ને દેશી બનાવટની પીસ્ટલ નંગ–૨ તથા દેશી બનાવટના કટ્ટા (તમંચા) સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે જણાવ્યું હતું કે, પ્રદિપ કરપડાનો ભાઈ વિજય કરપડા અને યશપાલસિંહ ઝાલા મિત્ર હોવાથી પ્રદિપ પાસેથી .૫૦ હજારમાં પોતાની સુરક્ષા માટે અને રૌફ જમાવવા લીધી હોવાનું સામે આવ્યું છે. હાલ સુધીમાં પોલીસે ૧૪ શખસોને કુલ–૩૧ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ–૩૨ પકડી પાડવામાં આવેલ છે.
હાલમાં ઝડપાયેલા યથપાલસિંહ સામે એટ્રોસિટી, દા, આમ્ર્સ એકટ સહિતના ગુના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application