ધ બનિગ કાર: રીબડા નજીક અલ્ટ્રો કાર સળગી: કોઇ જાનહાની નહીં
ધ બનિગ કાર: રીબડા નજીક અલ્ટ્રો કાર સળગી: કોઇ જાનહાની નહીં
May 27, 2026 05:14 AM
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રીબડા ચોકડીથી શાપર વચ્ચે રાત્રીનાં પોણા અગીયારના સુમારે અલ્ટ્રો મારૂતિ કાર જીજેઓ ૩ ડીજી ૯૪૦૬ સળગી ઉઠતા ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરાઇ હોય ફાયર ફાઈટર દોડી જઇ કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. અલ્ટ્રો કાર રાજકોટ તરફ જઈ રહી હતી.ત્યારે કારમાં ધુમાડા નિકળતા ચાલકે કાર થોભાવી દિધી હતી.પરંતુ એટલી વારમાં ધુમાડાએ આગનું રૂપ ધારણ કરતા પલભરમાં કાર સળગીને ખાખ થઇ ચુકી હતી. માત્ર બોડી બચવા પામ્યું હતું. સદનશીબે કારમાં બેઠેલા લોકો અને ચાલક કારની બહાર નીકળી ગયા હોય જાનહાની અટકી હતી. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે