BREAKING NEWS

રાજકોટ મનપાના 247 કરોડના 26 પ્રોજેક્ટનું રવિવારે મુખ્યમંત્રીના હસ્તે કરાશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

  • July 31, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના વિવિધ વિકાસલક્ષી રૂ.૯૪.૪૨ કરોડના કુલ ૧૩ પ્રકલ્પના લોકાર્પણ તથા રૂ.૧૫૩.૩૫ કરોડના કુલ-૧૩ પ્રકલ્પના ખાતમુહૂર્ત સહિતના કુલ રૂ.૨૪૭.૭૮ કરોડના કુલ-૨૬ પ્રકલ્પોનું લોકાર્પણ -ખાતમુહુર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તા.૨.૮.૨૦૨૬ને રવિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે કરવામાં આવનાર છે.


ઉપરોક્ત મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાનાર લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા દ્વારા સર્વે રાજકોટવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.


મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર પ્રોજેક્ટ્સ

(૧) વોર્ડ નં.૧૧માં અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ.૩૪.૪૩ કરોડના ખર્ચે મોટામવા ખાતે પમ્પિંગ હાઉસ સાથે ૩ એમ એલ ઇએસઆર અને ૨૨.૧૭ એમ એલ જીએસઆર સાથે હેડવર્કસ

(૨) વોર્ડ નં.૯માં અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ.૨૬.૩૫ કરોડના ખર્ચે મુંજકા ખાતે પમ્પિંગ હાઉસ સાથે ૩ એમએલ ઇએસઆર અને ૧૪.૦૦ એમ એલ જીએસઆર સાથે મુંજકા હેડવર્કસ

(૩) રૈયા રિફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે રૂ.૬.૯૬ કરોડના ખર્ચે કોઠા ૧૫૦ ટીપીડીનો મટિરિયલ રિકવરી ફેસીલીટી પ્લાન્ટનું નિર્માણ

(૪) વોર્ડ નં.૯ માં રૂ.૬.૩૧ કરોડના ખર્ચે મુજકા વિસ્તારમાં આર્ષ વિદ્યામંદિર પાસે નવા બ્રિજનું નિર્માણ

(૫) વોર્ડ નં.૯ માં અમૃત મિશન ૨.૦ હેઠળ રૂ.૫.૮૨ કરોડના ખર્ચે મુજકા વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ

(૬) વોર્ડ નં.૧૧ માં રૂ.૩.૯૧ કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ

(૭) વોર્ડ નં.૧૧ માં રૂ.૨.૬૯ કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસનું નિર્માણ

(૮) વોર્ડ નં.૧૬માં રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નંદા હોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના ૧૫ મીટર ટી.પી. રોડ પર સી.સી. રોડ સાઈડના પડખામાં પેવીંગ બ્લોક, યુટીલીટી તથા પાઈપ ગટર કામનું નિર્માણ

(૯) વોર્ડ નં.૧૮ માં કોઠારીયા ખાતે રૂ.૨.૩૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ

(૧૦) વોર્ડ નં.૧૧ માં રૂ.૨.૨૦ કરોડના ખર્ચે અધ્યતન પાર્ટી પ્લોટનું નિર્માણ

(૧૧) વોર્ડ નં.૩માં રૂ.૫૬ લાખના ખર્ચે પોપટપરા વેર હાઉસ થી કુગસીયા સર્કલ તથા એચ.સી.જી. હોસ્પીટલ રોડ પર ૦૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓ એન્ડ એ સાથે સેન્ટર એલઇડી લાઇટીંગ કામ

(૧૨) વોર્ડ નં.૧૧માં રૂ. ૨૨ લાખના ખર્ચે પરસાણા ચોકથી પ્રાઇડ રીસોર્ટ સુધી કણકોટ તરફ જતા રસ્તા ઉપર ૦૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓ એન્ડ એમ સાથે સેન્ટર એલઇડી લાઇટીંગ કામ

(૧૩) વોર્ડ નં. ૧૨માં વાવડી વિસ્તારમાં રૂ.૯.૪૧ લાખના ખર્ચે ગાર્ડનનું નિર્માણ


મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થનાર પ્રોજેક્ટ

(૧) વોર્ડ નં. ૮ માં રૂ. ૬૨.૩૫ કરોડના ખર્ચે કાલાવડ રોડ અને નાનામવા રોડ વચ્‍ચેનાં બાકી રહેતા વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ડીસ્‍ટ્રીબ્‍યુશન નેટવર્ક કરવાનું તેમજ ડામર રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ

૨) વોર્ડ નં.૮માં રૂ. ૨૧.૮૩ કરોડના ખર્ચે રૈયા રોડ, નિર્મલા રોડ, કાલાવાડ રોડ, સહકારનગર રોડ વચ્‍ચેનાં વિસ્‍તારમાં ડી.આઇ. પાઇપ લાઇન નાંખવાનું તેમજ ડામર રોડ રીસ્‍ટોરેશન કરવાનું કામ

(૩) વોર્ડ નં.૧૪ માં રૂ.૨૧.૦૭ કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની સામે નવું ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર્સ બનાવવાનું કામ.

(૪) વોર્ડ નં.૧૪ માં રૂ.૨૦.૮૨ કરોડના ખર્ચે પારડી રોડ, શેઠ હાઇસ્કુલની નવો કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ.

(૫) વોર્ડ નં.૧૦ માં રૂ.૫.૬૨ કરોડના ખર્ચે અધતન લાઇબ્રેરી બનાવવાનું કામ.

(૬) રૂ.૫.૨૪ કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાનાં ત્રણેય ઝોનમાં ચોમાસાની ઋતુ દરમ્‍યાન જેટ પેચર મશીનથી રસ્‍તા પરનાં પોટહોલ્‍સ રીપેરીંગ કરવાનું કામ.

(૭) વોર્ડ નં.૯ માં રૂ.૪.૧૬ કરોડના ખર્ચે પામ યુનિવર્સ પાસે, મુંજકા ડ્રેનેજ પંમ્‍પીંગ સ્‍ટેશન પાસે મુંજકા સાઇડ, આર્ષ વિદ્યા મંદિર પાછળની સાઇડ વોંકળામાં રીટેઇનીંગ વોલ બનાવવાનું કામ.

(૮) વોર્ડ નં.૧૭ માં રૂ.૩.૫૫ કરોડના ખર્ચે પારડી રોડ પર ટી.પી. સ્કીમ નં.૫ (રાજકોટ) એફ.પી. નં.૨૪૨ માં આવેલ રણછોડદાસ કોમ્યુનિટી હોલના પ્રથમ માળમાં રીનોવેશન કરી લાયબ્રેરી બનાવવાનું કામ.

(૯) વોર્ડ નં.૧૪ માં આવેલ સોરઠીયાવાડી ગાર્ડનનું રૂ.૩.૧૦ કરોડના ખર્ચે નવિનિકરણ કરવાનું કામ

(૧૦) વોર્ડ નં.૧૫ માં રૂ.૨.૧૦ કરોડના ખર્ચે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૦૧ થી ૦૭ માં આવેલા નાલા બનાવવાનું કામ

(૧૧) વોર્ડ નં.૧૨ માં રૂ.૧.૭૭ કરોડના ખર્ચે ધારા ગેસ ગોડાઉન રોડને ડેવલપ કરવાનું કામ

(૧૨) વોર્ડ નં.૬મા રૂ.૧.૦૯ કરોડના ખર્ચે પાંજરાપોળ, રામનાથ મંદિર તરફ જવાના રસ્તે આજી નદી પર અને પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાસે સ્લેબ કલ્વર્ટ કરવાનું કામ.

(૧૩) વોર્ડ નં.૬ માં રૂ.૬૨.૭૫ લાખના ખર્ચે એસબીએમ ૨.૦ અંતર્ગત અલગ અલગ જગ્યાઓએ પબ્લિક ટોયલેટ બનાવવાનું કામ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application