BREAKING NEWS

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ફરી દેવાળું ફૂંક્યું

  • February 27, 2026 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં બ્રિટીશ વસાહતીકરણનો માર્ગ મોકળો કરનાર ઈસ્ટ ઈન્ડિયા કંપની અંગે ફરી વાર મોટા સમાચાર સામે આવ્યા છે. આ કંપની ફરી એકવાર બંધ થઈ ગઈ છે.તે લંડનમાં એક લક્ઝરી રિટેલર તરીકે કાર્યરત હતું. આ કંપની 2010માં લક્ઝરી ફૂડ અને બેવરેજ રિટેલર તરીકે શરૂ કરવામાં આવી હતી.આ કંપનીને નાદાર જાહેર કરવામાં આવી છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની અગાઉ નાદારીમાંથી માંડ માંડ બચી ગઈ હતી. નોંધનીય છે કે 2010માં તેને એક ભારતીય ઉદ્યોગસાહસિક સંજીવ મહેતાએ સજીવન કરી હતી.



વિશ્વનું પ્રથમ બહુરાષ્ટ્રીય નિગમ

1857માં સ્થાપવામાં આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને વિશ્વની પ્રથમ બહુરાષ્ટ્રીય નિગમ માનવામાં આવે છે. 1857 માં બળવો સમાપ્ત થયા પછી, બ્રિટિશ ક્રાઉને કંપનીને સમાવી લીધી અને તેની ખાનગી સેનાને વિખેરી નાખી.2010માં ભારતીય ઉદ્યોગસાહસિક સંજીવ મહેતા દ્વારા કંપનીને ફરીથી શરૂ કરવામાં આવી હતી, જેમણે 2000 ના દાયકાની શરૂઆતમાં કંપનીને જથ્થાબંધ સાહસ તરીકે ફરીથી શરૂ કરવા માટે તેના અધિકારો પ્રાપ્ત કર્યા હતા. 2010 માં, મહેતાએ મેફેરમાં 2,000 ચોરસ ફૂટનો સ્ટોર ખોલ્યો. તે ફોર્ટનમ અને મેસન જેવા જ કન્ફેક્શનરી અને પ્રીમિયમ માલ વેચતી હતી.

કંપની પર 600,000 પાઉન્ડનું દેવું હતું

કંપનીઝ હાઉસમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની લિમિટેડે ગયા વર્ષે ઓક્ટોબરમાં લિક્વિડેટર્સની નિમણૂક કરી હતી. કંપનીએ તેની પેરેન્ટ કંપનીને 600,000 પાઉન્ડ ચૂકવવાના હતા. તેની કર જવાબદારીઓ આશરે 193,789 પાઉન્ડ હતી. કર્મચારીઓને કુલ બાકી લેણાં 163,105 પાઉન્ડ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application