બાગાયત વિભાગ દ્વારા અનુસુચિત જાતિના ખેડૂતોને શાકભાજી પાકોના હાઈબ્રીડ બિયારણના ઈનપુટ કીટ્સની સહાય આપવામાં આવશે

  • June 06, 2025 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લાના લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી કરવાની રહેશે

જામનગર તા.૬ જુન, બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જીલ્લાના અનુસુચિત જાતીના તમામ ખેડુતોને ૧૦ ગુઠા વાવેતર વિસ્તાર માટે રૂ. ૨૦૦૦ની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રીડ બિયારણના ઇનપુટ કિટ્સ વિના મુલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ લાભ ખેડુતોને વધુમાં વધુ ૨૦ ગુઠા સુધી રૂ.૪૦૦૦ સુધી મળવાપાત્ર છે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામા આવશે.
​​​​​​​

લાભ લેવા માગતા અનુસુચિત જાતીના ખેડૂતોએ સાદી અરજી ફોર્મ (કચેરી નમુનો), ૭-૧૨ તથા ૮-અના દાખલા, જાતીનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, રેશન કાર્ડના પુરાવાઓ સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, ફોનનં. (0288)2571565 ના સરનામે પહોચાડવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application