BREAKING NEWS

ભારત ૭.૮% ના જીડીપી વૃદ્ધિ દરની આઇએમએફે પણ કરી ભારે પ્રશંશા

  • September 11, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વમાં યુદ્ધ અને તેના પગલે દેશમાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો તેમજ અલ નીનોની પરિસ્થિતિના લીધે કૃષિનું ચિત્ર પણ ધૂંધળું હોવા છતાં ભારતની અર્થવ્યવસ્થાએ
ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ સાં પ્રદર્શન કયુ. આંતરરાષ્ટ્ર્રીય નાણાકીય ભંડોળના પ્રવકતા જુલી કોઝાકે ભારતના આર્થિક વિકાસ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે બીજા કવાર્ટરમાં ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર ૭.૮ ટકા હતો, જે આઈએમએફ સ્ટાફના અંદાજો અને અન્ય આર્થિક નિષ્ણાતોની અપેક્ષાઓ કરતાં વધુ સારો છે.જુલી કોઝાકના મતે, ભારતનો ૭.૮ ટકાનો વિકાસ મુખ્યત્વે સેવા ક્ષેત્ર અને નિકાસમાં અપેક્ષા કરતા વધુ પ્રવૃત્તિને કારણે થયો હતો. આ બે ક્ષેત્રોએ આર્થિક વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડો હતો, અને વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધી ગઈ હતી. આઈએમએફના પ્રવકતાએ આ કામગીરીને ભારતીય અર્થતંત્રની મજબૂતાઈના સંકેત તરીકે વર્ણવી હતી. નોંધપાત્ર રીતે, વૈશ્વિક ઊર્જાના ભાવમાં આંચકા છતાં, ભારતની આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહે છે.વિશ્વભરમાં ઊર્જાના ભાવમાં વધારો ફુગાવા, વેપાર અને આર્થિક પ્રવૃત્તિને અસર કરે છે. ભારત તેની ક્રૂડ ઓઇલની જરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્રારા પણ પૂર્ણ કરે છે. આવા વાતાવરણમાં, આઈએમએફ ૭.૮ ટકા જીડીપી વૃદ્ધિને ભારતીય અર્થતંત્રની ક્ષમતા અને શકિતને આભારી છે. જુલી કોઝેકે કહ્યું કે આ પ્રદર્શન દર્શાવે છે કે ભારતનું અર્થતત્રં બાહ્ય દબાણ છતાં તેની ગતિ જાળવી રાખવામાં સક્ષમ છે.આઈએમએફ અનુસાર ભારતના મજબૂત આર્થિક વિકાસની અસર ફકત દેશ સુધી મર્યાદિત નથી. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને વૈશ્વિક અર્થતત્રં માટે એક મહત્વપૂર્ણ વૃદ્ધિ એન્જિન છે. સેવા ક્ષેત્ર, નિકાસ અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં મજબૂતાઈ ભારતના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. પરિણામે, વિશ્વભરના મુખ્ય રોકાણકારો અને નાણાકીય સંસ્થાઓ ભવિષ્યમાં ભારતની આર્થિક પરિસ્થિતિ પર નજર રાખશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application