આ વર્ષે મેઘરાજા પીછો છોડી રહ્યા ન હોય તેવો ઘાટ સર્જાયો છે. હવામાન વિભાગ હવે દિવાળીના તહેવારો પર વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની વધદુ અસર જોવા મળશે. હવામાન વિભાગે 16થી 19 તારીખ દરમિયાન છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યકત કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે. ગુજરાતમાં સિઝનનો 118 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

16થી 19 ઓક્ટોબર સુધી માવઠની અસર રહેશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત છૂટોછવાયો વરસાદ રહેશે. 16થી 19 ઓક્ટોબર સુધી માવઠની અસર રહેશે. પવનોની દિશા બદલાતા અને એક ટ્રફ પસાર થતો હોવાથી વરસાદ પડી શકે છે.

ક્યાં દિવસે ક્યાં વરસા પડશે
16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ થશે. જ્યારે 17 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ વરસાદ જોવા મળશે. 18 અને 19 ઓક્ટોબર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.

