BREAKING NEWS

બ્રિજના નબળા કામ બદલ મનપાએ ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, બેકબોન સામે કેમ પગલાં નહીં..?

  • September 23, 2026 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ન્યૂ રિંગ રોડ ઉપર ચાલતા બ્રિજના કામનું મ્યુનિ.કમિશનરે ઇન્સ્પેક્શન કર્યા બાદ કામ નબળું જણાતા બે ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે નબળું કામ કરવા બદલ કોન્ટ્રાક્ટર એજન્સી બેકબોન સામે કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા તેવો સવાલ પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા એ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી ઉઠાવ્યો છે.વિશેષમાં પૂર્વ મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મ્યુનિ.કમિશનર અને મેયરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે શું બેકબોન એજન્સી ભાજપના કોઈ આગેવાનની છે માટે તેમની સામે પગલા લેવાયા નથી ? ક્યા પદાધિકારી એજન્સીને પ્રોટેક્ટ કરી રહ્યા છે ? કમિશનર અને મેયર નિષ્ઠાવાન છે છતાં એજન્સી સામે પગલા કેમ લેતા નથી ? રાજકોટમાં અન્યત્ર ક્યાં ક્યાં બેકબોન એજન્સીના કામ ચાલી રહ્યા છે ? જો કામ નબળું હોય તો એજન્સીને બ્લેક લિસ્ટ કરવી જોઇએ.આ ઉપરાંત સોરઠીયાવાડી નજીક ફાળવેલા આવાસોમાં ડ્રો શા માટે રદ્દ કરાયો ? ક્યા પદાધિકારીએ ડ્રો રદ્દ કરાવવામાં રસ લીધો ? જંગલેશ્વરના ડિમોલિશનના અસરગ્રસ્તોને આવાસો ફાળવવા માટેની શું વ્યવસ્થા કરાઈ છે ? ડ્રો વિના આવાસ ફાળવી ગરીબ માણસોની મજાક શા માટે ઉડાવી ? તે સહિતના સવાલો ઉઠાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application