રાજકોટના પીએસઆઈએ મિત્રતા કેળવી સુરતના ધંધાર્થી પાસેથી બે લાખ ખંખેર્યા

  • September 06, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ (મુળ એએસઆઈ) એચ.એન.રાયજાદાએ સોશિયલ મીડિયા મારફતે સુરતના ઝવેરાતના ધંધાર્થી સાથે મિત્રતા કેળવી ઉધારી–જરૂરિયાતના નામે સવાબે લાખ રૂપિયા લઈને પરત નહીં આપી છેતરપિંડી, વિશ્ર્વાસઘાત આચર્યાના આક્ષેપો સાથે સુરત પોલીસ કમિશનરેન સંબોધીને લેખિત ફરિયાદ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

સુરતના રાંદેર વિસ્તારની રામનગર સિંધી કોલોનીમાં રહેતા અને ઝવેરાતના ધંધા સાથે સંકળાયેલા પુનિત લાલવાણી પોલીસ સાથે સોફટ કોર્નર અને મિત્રતા ભાવ ધરાવતો હોવાના સ્વભાવાળો હોવાથી તેનો સંપર્ક સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામના માધ્યમથી રાજકોટ સિટીના એએસઆઈ એચ.એન.રાયજાદા સાથે થયો હતો. સંપર્કેા વધતા રાયજાદાએ નાણાકીય ગીલ નાખી હતી.
ગત માસે તા.૧૦ના રોજ રાયજાદાએ પુનિતને ફોન કરીને પોતાને તાત્કાલિક બે લાખ રૂપિયાની જરૂર હોય અને આવતીકાલે પરત આપી દેશે કહેતા વિશ્ર્વાસમાં આવેલા પુનીતે મહિનાઓની સોશિયલ મીડિયાની મિત્રતાના ભાવે બે લાખ રૂપિયા પી.એમ. આંગડિયા મારફતે રાયજાદાએ કહ્યું એ મુજબ મોરબી આંગડિયું કર્યું હતું. બીજા દિવસે નાણા પરત આપવાના બદલે રાયજાદાએ ફરી ફોન કરીને બાતમીદારને ૨૫ હજાર આપવા છે કહી ઓનલાઈન નારા ટ્રાન્સફર કરાવ્યા હતા. એક દિવસ નહીં એક મહિનો વિત્યે પણ પુનિતના નાણા પરત આવ્યા ન હતા અને રાયજાદા દ્રારા વાયદા કરતા રહ્યા હતા. અંતે લાલવાણીએ પોતે છેતરાયો હોવાનો ભાવ થતાં સુરત પોલીસ કમિશનરને સંબોધીને રાજકોટના એએસઆઈ રાયજાદા વિરૂધ્ધ અરજી કરી હોવાનું જાણવા મળે છે. રાયજાદા સામે અગાઉ પણ નાણાકીય બાબતે કયાંને કયાંક કોઈને કોઈ બાબતે ચર્ચા જાગી હતી ત્યારે લેખિત ફરિયાદ થતાં ચકચાર જાગી છે.

એક ટ્રાન્ઝેકશન તો ઓનલાઈન પણ કરાવ્યું હતું
સુરતના વેપારી પુનિત લાલવાણી સાથે મિત્રતા કેળવીને બે લાખનું આંગડિયુ મંગાવનાર એએસઆઈ રાયજાદાએ એક ટ્રાન્ઝકશન તો પુનિત પાસે ઓનલાઈન પણ કરાવ્યું હતું. બાતમીદારને ૨૫ હજાર તાત્કાલિક આપવાના હોવાના નામે એક મોબાઈલ નંબર આપ્યો હતો અને વિશ્ર્વાસે પુનિતે એ નંબર ઉપર ૨૫૦૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. રાયજાદાએ નાણા પરત આપી દીધા કે મોકલાવ્યાના વોટસએપ ચેટમાં ખોટા મેસેજ પણ કર્યા હતાનો આક્ષેપ લાલવાણી દ્રારા કરાયો હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application