BREAKING NEWS

જોડિયાના માંડવી ચોકમાં પી.ડબ્લ્યુ.ડી.નું મકાન અતિ જર્જરીત બનીજતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું

  • February 03, 2026 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયામાં ૨૦૦૧​​​​​​​ ના ભુંકપ પહેલાં અને ત્યાર પછી ગામમાં સરકારના અનેક વિભાગના મકાનો માત્ર ઈતિહાસ ધરાવે છે. અમુક સરકારી કચેરીઓનું સથાંળતર જોડિયા​​​​​​​થી ૨૨ કિલો મીટર દૂર ધ્રોલની કચેરીમાં કરવામાં આવ્યું છે.અને જોડિયામાં જે તે વિભાગોની કચેરીનું મકાન જર્જરીત અથવા પડીને પાધાર થઈ ચુકયું છે. 

​​​​​​​


વરસો પહેલાં જોડિયાના માંડવી ચોક વિસ્તારમાં પી. ડબલ્યુ ડી.ના મકાનમાં" ન્યાયાલય " કચેરી કાર્યરત હતી. આ કચેરી પાસે જોડિયા બજારનો મુખ્ય રસ્તો હતો. ૮૦ના દાયકાથી કચેરીનું લક્ષ્મી પરામાં સથાંળતર થતાં હાલમાં સરકારી મકાન બંધ હોવાથી સમયના મારથી અત્યંત જર્જરીત થઇ જતાં પી.ડબ્લ્યુ.ડી. દ્વારા જાહેર જનતાને મકાન અતિ જર્જરીત  અને ભયજનક બની જવા અંગે અને તેનાથી સલામત સ્થળે દૂર રહેવા સુચના અપાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application