શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર શેરી નં.૨માં આદિનાથ નામના બધં બંગલોમાં ૯.૦૬ લાખની સોનાના ઘરેણા સહિતના માલમત્તાની ચોરી કરનાર રાજસ્થાની ત્રિપુટીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ત્રિપુટી પાસેથી ચોરાયેલો ૭.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. બીજો મુદ્દામાલ કબજે કરવા તેમજ આરોપીઓએ અન્ય સ્થળે ચોરી કરી છે કે કેમ ? તે માટે યુનિ. પોલીસે રીમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
પંચાયતનગરના વણીક વૃધ્ધ કમલેશભાઈ ખોડીદાસભાઈ મહેતા તેમના પત્ની સાથે ૨૦ દિવસથી વલસાડ ગયા હતા. તે દરમ્યાન ગત તા.૨૦ના રોજ બધં બંગલોમાં બેડરૂમમાં રહેલું સોના–ચાંદીના ઘરેણા, વિદેશી કરન્સી સહિતનું ૯.૦૬ લાખનું લોકર ચોરાયું હતું. આ ચોરીની ઘટનામાં એલસીબી ઝોન–૨, યુનિ. પોલીસ અને ક્રાઈમ બ્રાંચે સંયુકત રીતે તસ્કર ત્રિપુટી રાજસ્થાનના સીરોહીના જાવલ ગામના અને રાજકોટમાં સહકાર સોસાયટીમાં રહેતા કમલેશ ફત્પલારામ માળી, અરવિંદસિંગ મહોબતસિંગ ચૌહાણ અને અન્ય એક સાગરીત બાડમેરના લુણવા જાગીર ગામના સંગ્રારામ વરજાેંગારામ ચૌધરીને પકડી પાડયા છે. ત્રિપુટી પાસેથી ૭.૦૫ લાખની કિંમતના સોના–ચાંદીના ઘરેણા, ઓમાન કરન્સી અન્ય ચીજવસ્તુઓ મળી ૭.૫૫ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.
એસીપી રાધીકા ભારાઈના જણાવ્યા મુજબ આરોપી બેલડી કમલેશ અને અરવિંદ બન્ને રાજસ્થાનમાં ચોરીના ગુનામાં સપડાઈ ચુકયા છે. એલસીબી ઝોન–૨ના પીએસઆઈ આર.એચ.ઝાલા, યુનિ.ના પીઆઈ વસાવા, ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન.પરમાર અને તેમની ટીમે આ ભેદ ઉકેલ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech