રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા અને વિનાશક યુદ્ધની સીધી અસર હવે મોટા ઉધોગો અને વૈશ્વિક કંપનીઓ પર પડવા લાગી છે. ભારતીય મૂળના દિગ્ગજ ઉધોગપતિ લમી મિત્તલની પ્રખ્યાત સ્ટીલ કંપની 'આર્સેલરમિત્તલ' એ યુક્રેનમાં પોતાનું સ્ટીલ ઉત્પાદન સ્થગિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આર્સેલરમિત્તલ એ યુક્રેનની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની અને માલિક છે. આર્સેલરમિત્તલનો આ વિશાળ સ્ટીલ પ્લાન્ટ યુક્રેનિયન શહેર ક્રાયવી રીહ માં આવેલો છે. ખાસ વાત એ છે કે આ શહેર યુક્રેનિયન રાષ્ટ્ર્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું વતન પણ છે. યુદ્ધની શઆતથી જ રશિયન સેના દ્રારા આ શહેરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે અને વારંવાર હવાઈ હત્પમલાઓ કરવામાં આવે છે. આ સતત ખતરાને ધ્યાનમાં રાખીને કંપનીએ આ મોટો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશિયન હત્પમલાઓની સીધી ઝપેટમાં આર્સેલરમિત્તલનો પ્લાન્ટ પણ આવી ચૂકયો છે. અત્યાર સુધીમાં આ પ્લાન્ટ પર કુલ ચાર વખત હત્પમલા કરવામાં આવ્યા છે, જેના કારણે કર્મચારીઓની સુરક્ષા અને ફેકટરીના સંચાલન સામે ગંભીર જોખમ ઊભું થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્સેલરમિત્તલ મેનેજમેન્ટે યુક્રેનિયન સરકારને ઉત્પાદન અસ્થાયી પે સ્થગિત કરવાના તેમના નિર્ણયથી સત્તાવાર રીતે જાણ કરી દીધી છે. એક તરફ ઔધોગિક ક્ષેત્રે આ મોટા સમાચાર આવ્યા છે, તો બીજી તરફ યુદ્ધ વધુ ઉગ્ર બનતું જાય છે. શુક્રવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર વધુ એક મોટો અનેઘાતક હવાઈ હત્પમલો કર્યેા હતો. આ ભીષણ હત્પમલામાં ૧૪ વર્ષના એક સગીર બાળક સહિત કુલ સાત નિર્દેાષ લોકોના મોત નીપયા છે, યારે અન્ય ૪૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.