BREAKING NEWS

જામનગર : સ્ટે.કમિટીએ રસ્તા-ભૂગર્ભ ગટર સહિતના કામો માટે રૂ.૯.૬૧ કરોડ કર્યા મંજુર

  • November 27, 2025 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર મહાપાલીકાની સ્ટે.કમીટીએ આજે શહેરમાં કેટલાક આંતરીક રસ્તામાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ અને ભુગર્ભ ગટરના અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ અને સીસી રોડના મજબુત કામ કરવા અને ભુર્ગભ લાઇન નાખવાના કામ અંગે રૂ.૯.૬૧ કરોડ મંજુર કર્યા હતાં. 


આજે સ્ટે.કમીટીની એક બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૯ સભ્યો સહિત મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડીએમસી ઝાલા, આસી.કમિશ્નર ભાવેશ જાની અને મુકેશ વરણવા તેમજ ટેકસ વિભાગના જીગ્નેશ નિર્મલ હાજર રહ્યા હતાં, શહેરના વોર્ડ નં.૧ થી ૮ના મુખ્ય આંતરીક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગના કામ માટે રૂ.૨૨૫.૩૫ લાખ અને વોર્ડ નં.૯ થી ૧૬ના મુખ્ય રસ્તામાં રી-કાર્પેટીંગના રૂ.૨૨૫.૩૫ લાખ મંજુર કર્યા હતાં. 


આ ઉપરાંત ભુગર્ભ ગટર શાખા અંતર્ગત પમ્પીંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ અને સીસી રોડ માટે રૂ.૩૬.૫૮ લાખ, વોર્ડ નં.૧ થી ૮ના લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટરની પાઇપ લાઇન નાખવા રૂ.૧૨૭.૯૫ લાખ મંજુર કરવામાં આવ્યા હતાં જયારે વોર્ડ નં.૯ થી ૧૬માં પણ એ જ રીતે ૧૨૭.૯૫ લાખ મંજુર કરાયા હતાં, અલગ-અલગ વિસ્તારમાં સબમશીબલ પમ્પ ફીટ કરવા રૂ.૧૬.૨૩ લાખ, ગુલાબનગર ઝોનમાં બ્રીક મશીનરી વાલ્વ ચેમ્બર બનાવવા માટે રૂ.૭.૦૪ લાખ, ડીઆઇસીએલ પાઇપ રબર ગાસ્કેટ એન્ડ પુશ ઓન જોઇન્ટસ માટે રૂ.૧૧૦.૮૩ લાખ, સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ વોર્ડ નં.૧૧માં સુજાતા ઇન્ડસ્ટ્રીઝ વિભાપર મેઇન રોડને જોડતા રોડના સીસી રોડ માટે રૂ.૧૬.૪૯ લાખ, વોર્ડ નં.૯ના કેટલાક વિસ્તારોમાં સીસી રોડ માટે રૂ.૬.૯૮ લાખ, પીએન માર્ગથી ગોજીયા સ્કુલ સુધી અને ત્યાંથી ઇન્દીરા માર્ગથી કેનાલ સુધી સીસી રોડ બનાવવા રૂ.૧૨.૦૭ લાખ મંજુર કરવામાં આવ્યા હતાં. 


આ ઉપરાંત વોર્ડ નં.૨, ૩, ૪માં આંતરમાળખાકીય સુવીધા માટે રૂ.૫ લાખ તેમજ વોર્ડ નં.૬,૭ માટે સીસી પેચ વર્ક માટે રૂ.૧૮.૫૦ લાખ મંજુર કરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application